Gujarat

પોરબંદરમાં NSUIએ વિશિષ્ટ શક્તિ ધરાવતા દિવ્યાંગ બાળકો સાથે કરી વેલકમ નવરાત્રીની ઉજવણી

પોરબંદર
નવરાત્રી એટલેમાં આદ્યશકિતનો તહેવાર જે પુરા દેશમાં હર્ષોલ્લાસ અને ઉમંગથી ઉજવાય છે. માં આદ્યશકિતને ૯ દિવસ યાદ કરી તેમના નામના નવલા નોરતાના ગરબા પર સૌ ખૈલેાયાઓ રાસની રમઝટ બોલાવતાં હોય છે. ત્યારે પોરબંદર જિલ્લા એનએસયુઆઇ છેલ્લા કેટલા વર્ષોથી આ ઉમંગનો તહેવાર જેમનામાં અનોખી શક્તિ આપેલી છે, તેવા વિશિષ્ટ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર શહેરના પ્રાગજીબાપા આશ્રમ નજીક આવેલ શિશુકુંજ ખાતે વિશિષ્ટ શક્તિ ધરાવતા દિવ્યાંગ બાળકો કે જેમના જીવનમાં હર્ષ-ઉલ્લાસ અને ઉમંગ શું છે તેમને ખબર નથી. ત્યારે તેમના જીવમાં એક રંગ ભરવા અને તેમના જીવનમાં પ્રોત્સાહન પુરુ પાડવા ડીજેના તાલે એક દિવસીય ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ દિવ્યાંગ વિધાર્થીઓ તેમજ એનએસયુઆઇ ટીમના સદસ્યો ડીજેના તાલે ઝુમી ઉઠયા હતા અને રાસની રમઝટ બોલાવી એનએસયુઆઇના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ તેમની સાથે બાળકો બનીને રમ્યા હતા. રાસ ગરબા રમ્યા બાદ તમામ દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવામા આવ્યું હતું. સાથે તેમને બાળકોને સ્કૂલ બેગ અને વોટર બેગ તેમને ગીફ્ટમા આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમમા એનએસયુઆઇના પ્રદેશ મહામંત્રી કિશન રાઠોડ, કોંગ્રેસ અગ્રણી રામદેવ મોઢવાડિયા, પૂર્વ એનએસયુઆઇ ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, લાખણશી ગોરાણિયા, ધર્મેશ પરમાર, અવિનાશ પરમાર તેમજ એનએસયુઆઇના ઉમેશરાજ બારૈયા, જયદિપ સોલંકી, હર્ષ ગોહેલ, રોહિત સિસોદિયા, બિરજુ શિંગરખિયા, નિહાલ જાેષી, રાજ પોપટ, ચિરાગ ચાંચિયા, દિક્ષિત પરમાર, દિવ્યેશ સોલંકી, પરેશ થાનકી, હિરેન મેઘનાથી, યશ ઓઝા, દિવ્યરાજસિંહ જાડેજા, કાપડી રાજેશ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *