વિઓ: ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર જીલ્લો તેમજ એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તેમજ જે.જી.ચાવડા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક છોટાઉદેપુર નાઓએ આપેલ સુચના આધારે પોસ્ટેમાં રચના કરેલ “સી” ટીમ તેમજ “એસ.પી.સી” ટીમ નાઓના સંયુકત પ્રયાસથી આજ રોજ ઉમઠી ગામે એક મિટીંગનુ આયોજન કરવામાં આવેલ જેમા હાજર ભાઇઓ-બહેનો ને ટ્રાફિક અંગેની સમજ, વારંવાર દવા પીવાના બનાવ અંગે, નાની ઉંમરની છોકરીઓ ભાગી જવા અંગે, બાળ લગ્ન અટકાવવા અંગે, અને નશાનુ સેવન ન કરવુ જોઇએ તે બાબતે જરૂરી સુચનાઓ આપી સમાજમાં બનતા અઘટીત બનાવો રોકવા ઉદાહરણો આપવામાં આવ્યા અને અંતમાં ગામની ૧૦૯ વિધવા બહેનો ને સુરક્ષાસેતુ અંતર્ગત તથા કવાંટ પોલીસ પરિવાર તથા પોલીસ તરફથી અનાજ કરીયાણા ની કીટ એનાયત કરવામાં આવેલ છે આ રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવુ ઉદાહરણ પુરૂ પાડી માનવતાની ઉત્તમ કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


