Gujarat

પોલીસ પ્રજાનો મિત્ર છે”એ સુત્ર ને સાર્થક કરતી નસવાડી પોલીસની SHE ટીમ તથા સુરક્ષાસેતુ અંતર્ગત સિનીયર સિટીઝન લોકોની મુલાકાત કરી

 

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓ પોસ્ટે વિસ્તારમા સિનિયર સીટીઝન તેમજ મહિલા સાથે કોઈ અણબનાવ ન બને તે માટે દરેક પો.સ્ટે. માં સીટીમની રચના કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને સુચના આપેલ તથા એ.વી.કાક્ડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા ડી.એન.ચુડસમા પો.ઈન્સ. બોડેલી સર્કલ બોડેલી નાઓના સંકલનમાં રહી પો.સ્ટે વિસ્તારમાં સિનિયર સીટીઝન તેમજ મહિલા સાથે કોઈ અણબનાવ ન બને તે SHE ટીમ વધારેમાં વધારે પેટ્રોલીંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને નસવાડી પોલીસ સ્ટેશનના પો.સ ઈન્સ સી.ડી પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે આજરોજ SHE ટીમના પોલીસ માણસો પોસ્ટે વિસ્તારમા નસવાડી મદનઝાપા વિસ્તારમાં રહેતા ૨૦ થી ૨૨ જેટલા લોકો જેમાં મહીલા તેમજ પુરુષ ભેગા કરી તેઓને વુર્ઘઆશ્રમનિધાર પેંશન યોજના બાતે જાણકારી આપી તેમજ તેઓને પડતી તકલીફ જાણી તેઓના પ્રશ્નો બાબતે નિરાકરણ લાવવા સારૂ સમજ કરવામાં આવેલ છે. આમ, SHE ટીમના સભ્યો એ નસવાડી ટાઉનમાં રહેતા સિનીયર સીટીઝનોની ઘરે ઘરે જઈ મુલાકાત લઈ તેઓના પ્રશ્નો બાબતે નિરાકરણ લાવવા સારૂ તજવીજ કરેલ છે. આમ, નસવાડી પોલીસની SHE ટીમ તેમજ સુરક્ષાસેતુ દ્વારા ઉમદા કામગીરી કરે પોલીસ પ્રજાનો સાચો રક્ષક છે તેવું ઉદાહરણ પુરૂ પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ નસવાડી પોલીસ SHE ટીમદ્વારા પુરૂ પાડવામાં આવેલ છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220519-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *