રાજકોટ
નરેશ પટેલના રાજકારણના પ્રવેશ પર સૌ કોઈની મીટ છે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકો પર આઈબી સહિતની એજન્સીઓની પણ નજર હતી. સ્ટેટ આઈબીના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા. આઈબી આજની બેઠકોમાં થતી હિલચાલને લઇ રિપોર્ટ સરકારને આપશે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકોમાં કોણ કોણ ઉપસ્થિત છે અને શું શું ચર્ચાઓ થઇ તે અંગેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. જાેકે, ખોડલધામ સમિતિના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું હતું કે આજની બેઠક રૂટિન છે, જેમાં રાજકારણની ચર્ચા કરવામાં આવશે નહીં. નરેશ પટેલ રાજકારણમાં જાેડાશે કે નહીં તે અંગે પણ આજે જાહેરાત કરવામાં આવશે નહીં. હજી સર્વે બાકી હોવાથી રાજકારણમાં જાેડાશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા આજની બેઠક બાદ થશે નહીં. ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થયા બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જાેડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે. સર્વેમાં યુવાનોનું મંતવ્ય છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જાેઈએ. બીજી તરફ પાટીદાર આગેવાનો જણાવી રહ્યા છે કે નરેશ પટેલની સમાજકાર્યમાં જરૂર છે, આથી તેમણે રાજકારણમાં જાેડાવવું ન જાેઈએ. હાલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જાેડાવા અંગે વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ ગઈકાલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે રમેશ ટીલાળાએ આપેલું નિવેદન તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી, રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જાેઈએ. રમેશ ટીલાળા નરેશ પટેલની અંગત વ્યક્તિઓમાંની એક છે અને તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ત્યારે રમેશ ટીલાળાના નિવેદનને પ્રવક્તાએ અંગત નિવેદન ગણાવ્યું છે, પરંતુ તેના નિવેદનને નકારી શકાતું નથી. આ મતમતાંતર બાદ ખોડલધામના સર્વેમાં શું સામે આવે એના પર સૌકોઈની નજર છે.રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઇ હતી. જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં મોકૂફ રાખવામાં આવેલી મહાસભા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જાેડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે. રાજકારણમાં આવીશ તો પારદર્શક રાજનીતિ કરીશ. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી. બાદમાં ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાઇ હતી. પ્રશાંત કિશોર મારા મિત્ર છે. તેનો ર્નિણય અંગત ર્નિણય છે. કોંગ્રેસમાં નહીં જાેડાઇ તેવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હમેંશ રહેશે. હું રાજકારણમાં જાેડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. સર્વે પૂર્ણ થયો નથી પરંતુ સર્વે પૂર્ણતાના આરે છે. અત્યારસુધી સર્વેમાં વડીલો મારી ચિંતા કરે છે કે, રાજકારણમાં ન જાેડાવ. પરંતુ યુવાનો ઈચ્છે છે કે, હું રાજકારણમાં જાેડાવ. આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો ર્નિણય જાહેર કરીશ, હવે જાજાે સમય નહીં લઉં. નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં મહાસભાની પણ ચર્ચા થઈ હતી. પરંતુ હાલ ગરમી બહુ પડે છે એટલે લોકોને અગવડતા પડે. વાતાવરણ ઠંડુ થાય ત્યારે મહાસભા યોજવા ર્નિણય કર્યો છે. શ્રાવણ મહિનાની આસપાસ તારીખ જાહેર કરવા નક્કી કરવામાં આવ્યું છે.


