Gujarat

સુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જેની સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસબેડામાં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે. પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પતિ વાસણ ધોવાનું કહી પોતાની ફરજ પર જતા રહ્યા બાદ આ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. વર્ષાબેન વાનાણી પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે આવ્યા એ સમયે પતિએ વાસણ ઊટકવાનું કહેતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને લાગી આવ્યું હતું. સામાન્ય બાબતે તકરાર પણ થઈ હતી. ત્યાર બાદ તેમના પતિ કે જે પોતે જેલ સિપાઈમાં ફરજ બજાવે છે તે પોતે નોકરી પર જતા રહ્યા હતા. ત્યારે બાદ મહિલા કોસ્ટેબલે પોતાના હેડક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. હાલમાં ઘટનાસ્થળે સિટી પોલીસે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાની ડેડ બોડીને પી.એમ.માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. મહિલા કર્મચારી વર્ષાબેન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગ્રામ્ય વિસ્તારનાં જ વતની છે અને તેમણે લગ્ન પણ વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં જ કર્યા છે. પોતે પોલીસમાં છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી ફરજ બજાવે છે. જેમણે પોતાના ૨૮ મહિનાના બાળકને સૂવડાવીને પોતાની પોલીસની વર્દી સાથે જ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે. છેલ્લાં ૪ વર્ષ અને ૧૧ માસ તેમણે પોલીસમાં ફરજ બજાવી છે, ત્યારે હવે કાયમી થવાને ફક્ત એક મહિનો બાકી હતો. ત્યારે સામાન્ય બાબતે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ફિક્સ પગારમાં લાગેલા પોલીસને કાયમી થવાનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે. ત્યારે હવે મહિલા કર્મચારીને ફક્ત એક મહિનો કાયમી થવાને બાકી હતો. એ સમયે જ સામાન્ય વાસણ ધોવા બાબતે પતિ સાથે બોલાચાલી બાદ આત્મહત્યા કરી લીધી છે.

Throat-shortened-life.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *