Gujarat

પ્રાંચી તીર્થ ના પત્રકાર જાદવ ભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ છે. પત્રકાર ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્ર, સામાજિક ક્ષેત્રે, તેમનો અમૂલ્ય સિંહ ફાળો છે.

  ગિરગઢડા
  ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ ના પત્રકાર જાદવભાઈ ચુડાસમા નો આજે જન્મદિવસ છે આજે તેઓ 41 વર્ષ પૂર્ણ કરી 42 વર્ષમાં પ્રવેશ કરશે જાદવભાઈ ચુડાસમા 13 વર્ષથી પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે કાંતિકારી વિચારધારા અને હર હંમેશા સત્યની પડખે નિડરતા પૂર્વક લોકો માટે તમામ વર્ગ માટે કંઈક કરી છૂટવાની વિચાર શક્તિ ધરાવતા પ્રિન્ટ મીડિયાના પ્રેરણા પાત્ર કાર્યકર્તા માનવી એવા જાદવભા ચુડાસમા નો આજે જન્મદિવસ છે પ્રીન્ટ મિડીયામાં  સૌ પ્રથમ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકથી  શરુઆત કરી અને ત્યારબાદ આજે જય હિન્દ પેપર, કેસરી દૈનીક પેપરમાં  ફરજ નિભાવે છે પત્રકાર જગતમાં પોતાની અમૂલ્ય સેવાથી પ્રાચી તીર્થ સહિત આજુબાજુ વિસ્તાર ના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે અને ગાયત્રી ધામ ટીંબડી ખાતે ટ્રસ્ટ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
આમ પ્રિન્ટ મિડિયા સાથે સંકળાયેલ છેલ્લા દોઢ દાયકાથી લોકો ની વચ્ચે રહી લોકો ના પ્રશ્નનોને કાયમી વાચા આપતા રહ્યા છે. પિતા સ્વ.ઉકાભાઈ ચુડાસમા ના સંસ્કારો થકી સિંચાઈ પામીને પરીવાર, મિત્ર મંડળ , પત્રકારો, સહકારી તંત્ર, પોલીસ તંત્ર, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહીતમાં ભારે લોકચાહના મેળવી છે.
અને સાથે સાથે શ્રી સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ નુ સંચાલન કરે છે અને સામાજિક કાર્યોમાં પણ તેમનું અનેરુ પ્રદાન રહ્યું છે અને ગાયત્રી પરિવાર પણ પોતાનો સિંહ ફાળો છે ગાયત્રી પરિવારમાં ગીર સોમનાથ જિલ્લાની તમામ શાખાઓમાં પોતાની રાત દિવસ સેવા આપી રહ્યા છે અને મથુરા, શાંતિકુજ,હરિદ્વાર સુધી પોતાની છાપ ઊભી કરી છે.આમ સામાજિક અને પત્રકારીત્વ ક્ષેત્રે  નામ ધરાવતા જાદવભાઈ ચુડાસમા આજે  તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણને સંદેશો આપશે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9978523182 પર શુભેચ્છાઓ, અભિનંદની વર્ષા થઈ રહ્યો છે..

IMG-20220728-WA0671.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *