Gujarat

બાઈક ચોરોને બાઈક સાથે મહેળાવ પોલીસે પકડી પાડ્યા

આણંદ
આણંદના મહેળાવ પોલીસે બાતમીના આધારે મહેળાવ બાંધણી ચોકડી નજીકથી બે બાઈક ચોરોને ચોરીના એક બાઈક તથા એક બુલેટ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, માતર તાલુકાના ભલાડા ગામમાં આવેલ બારૈયા વગામાં રહેતો દીક્ષિત મુકેશભાઈ પરમાર અને રાજેશ ઉર્ફે નિકુંજ દિનેશભાઈ પરમાર ચોરીના નંબર પ્લેટ વગરના બુલેટ તથા એક બાઈક સાથે બાંધણી ચોકડીથી મહેળાવ તરફ વેચાણ અર્થે આવનાર છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને ચોરીના બુલેટ અને બાઈક લઈને આવી ચડેલા દીક્ષિત પરમાર અને રાજેશ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસે બુલેટ અને બાઇકના કાગળિયાં માંગતા તેઓએ પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું અને યોગ્ય સંતોષકારક જવાબ ના આપતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસ મથકે લાવી આકરી રીતે પુછપરછ કરતા બંને એ બુલેટ અને બાઈક ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.આ કબુલાતના આધારે પોલીસે બંને યુવકો વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ બંને પકડાયેલા યુવકોએ આજથી એકાદ મહિના પહેલા બંને ભેગા મળી બારેજા હાઇવે ઉપરથી બાઈક ની ચોરી કરી હતી બાદમાં ૧૫ દિવસ પહેલા બુલેટની ચોરી કરી હતી તેવી કબુલાત કરી હતી. આ અંગે અસલાલી પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાયો છે.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *