બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો
જેમાં વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર ના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસમાં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે થોડા સમય પહેલા છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના ચાલુ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યારે આજે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે જેમાં ત્રણ વિધાનસભાની સીટો આવેલી છે જે બે કોંગ્રેસ પાસે છે અને એક બીજેપી પાસે છે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના જ બાકી છે ત્યારે નવા પ્રમુખની વરણી થતાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના નવા પ્રમુખની વરણી થતા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


