બોડેલીના લોકોને ઢોર આખલા કે ગુંડા બદમાશનો ડર નહીં પણ લોકોને ખુલ્લા જીવતા વાયરો નો ડર લાગી રહ્યો છે
બોડેલી ડભોઈ રોડ પાણીની ટાંકી સામુ જીવતા વાયર સાથે થાંભલો લટકી રહ્યો છે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય બોડેલી MGVCL દ્વારા રીપેરીંગ કરવામાં ન આવતા લોકોમાં રોસ જોવા મળી રહ્યો છે MGVCL ચારે તરફ કહી શકાય તેવા વીજપોલ હાઇટેન્શન વાયરો યમરાજની જેમ ખુલ્લા મુકી રાખ્યા છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં લોકો જિવ ના જોખમ વચ્ચે જીવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તેમને ઢોર આખલા કે ગુંડા બદમાશનો ડર નહીં પણ લોકોને ખુલ્લા જીવતા વાયરો નો ડર લાગે છે એક તરફ ચોમાસાનું આગમન થઇ ગયું છે અને બીજી તરફ MGVCL ગોર નિંદ્રામાં જોવા મળી રહી છે બોડેલી ડભોઈરોડ પર પાણીની ટાંકી સામે હાઈવે રોડ પર રોજના હજારો વાહનો પસાર થાય છે ત્યાં જીવતા વાયર સાથે થાંભલો લકી પડ્યો છે અને ક્યારે થાંભલો પડે અને કોઈ મોટો અકસ્માત સર્જાય તેમ લાગી રહ્યું છે આજુબાજુના રહીશો દ્વારા વારંવાર MGVCL ને જાણ કરવામાં આવી છે પણ આ થાંભલો રીપેરીંગ કરવામાં આવતો ન હોય લટકી રહેલા થાંભલા અને લટકી રહેલા વાયરો ને લઈને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે આજુબાજુના રહીશો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વહેલી તકે આ થાંભલાને ઊંચો કરવામાં આવે અને જીવતા વાયરોને વ્યવસ્થિત ઊંચા કરીને રીપેરીંગ કરવામાં આવે તેમ વાહનચાલકો અને આજુબાજુના રહીશો જણાઈ રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


