પાછલા ચાર વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી આત્મનિર્ભર બનેલા પ્રકાશ ભાઈ રાઠવા ને જોઈ આસપાસ ના ગામોના સેંકડો ધરતીપુત્રો પણ તરબુચ ,પપૈયા તેમજ કાકડી, સકરટેટી નું વાવેતર કરી કમાણી કરતા થયા
જાણવા મળ્યા મુજબ બોડેલી તાલુકા ના સેઘવા સિમરી ગામના પ્રકાશ ભાઈ રાઠવા સહિત ના પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રો ની આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે મુલાકાત લીધી હતી આ પ્રસંગે DDO ગંગા સિંહ ખેતીવાડી ,બાગાયત, આત્મા પ્રોજેકટ યોજના, બોડેલી મામલતદાર, ટીડીઓ, સહિત ના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા
પાછલા ચાર વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરતા પ્રકાશભાઈ રમનભાઈ રાઠવા ના કબીર ફાર્મ ની મુલાકાત લેવા બપોર ના ત્રણ કલાકે ધમધમતા તાપ માં આવી પોહચેલા જિલ્લા કલેકટર એ કબીર ફાર્મ માં વાવેતર કરેલા તરબુચ તેમજ ડ્રેગન ફ્રૂટ અને કાકડી ના ખેતરો માં ચાલતા ફરી વાવેતર ની ઝીણવટ ભરી રીતે ખેડૂત પ્રકાશ ભાઈ પાસે થી તબક્કા વાર માહિતી મેળવી હતી અને તેઓ ને કેટલો નફો મળે છે તે પણ પુછયુ હતુ બે એકર માં વાવેતર કરેલ તરબુચ ની ખેતી માંથી તેઓ ત્રણ લાખ ની કમાણી કરશે તેમ જણાવ્યું હતુ ના ભાણપુરા ગામના શિવદાન ભાઈ બારીયા તેમજ પ્રકાશભાઈ રાઠવા ની પણ જિલ્લા કલેકટરે મુલાકાત લઈ વિસ્તૃત માહિતી મેળવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


