Gujarat

  બોડેલી તાલુકાના રાજ વાસણા ડેમ માંથી ભાટપુર ટિંબા ને જોડતી છ મહિના પૂર્વે બનેલી મુખ્ય કેનાલ માં એક કિમી  સુધી ઠેર ઠેર ગાબડા પડયા 

    કેનાલ બન્યે માત્ર છ મહિના જેટલો જ સમય થયો છે જે કેનાલ માં ભારે ભ્રષ્ટાચાર થયો હોવા સ્થાનિકો નો આક્ષેપ
     બોડેલી તાલુકાના રાજ વાસણા ગામ પાસે હેરન નદી ઉપર રજવાડા ના સમયે બનાવવા માં આવેલ હેરણ ડેમ ની મુખ્ય કેનાલ નુ છ મહિના પેહલા જ રિકન્ટ્રકસન કરવા માં આવ્યું હતુ જે કેનાલ રાજ બોડેલી થી લઇ કોસિન્દ્વા હાઈવે સુધી નાં એક દોઢ કિમી સુધી માં ઠેર ઠેર ગાબડા પડયા છે અને કેનાલ ની બન્ને બાજુ મોટા મોટા ગાબડા પડયા છે માત્ર છ મહિનામાં ધોવાઇ જતાં સ્થાનિકો જણાવી રહ્યા છે કે ભૂતકાળ માં સ્ટેટ સમયે બનાવવા માં આવેલ કેનાલ ની હજી કાકરી ખરી નથી ત્યારે માત્ર છ મહિના પેહલા બનેલી કેનાલ માં ઠેર ઠેર ગાબડા પડયા તે ચોક્કસ પણે ભ્રષ્ટાચાર થયાનો આપશે ગ્રામજનો કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220725-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *