Gujarat

બોડેલી તાલુકામાં વરસાદ ખેંચાતા બિયારણને નુકસાન થવાની ભીતી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

બોડેલી તાલુકા સહિત જિલ્લા ના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા લાખો હેકટર ખેતીના બિયારણને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં નહિવત વરસાદ પડવાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ પ્રમાણે 20 જુલાઈ  પછી ચોમાસુ બેસી જતું હોય છે પણ આ વર્ષે છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ રિસામણા કરતા ચોમાસાની પધરામણી  હજુ સુધી થઈ ન હોય ખેડૂતોની હાલત કફોડી બની છે
ચોમાસુ શરૂ થયાના 15 દિવસ કરતા વધુ સમય વીતી ગયો હોય પણ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નહીંવત પડતા ખેતી માટેના મોંઘા બિયારણને નુકસાન થવાની રહી છે સારા ચોમાસાની આશાએ ખેડૂતોએ હજારો હેક્ટરમાં જમીનમાં વાવડી કરી દીધી હોય પરંતુ ચોમાસું ખેંચાવાના કારણે તેમના મોંઘા બિયારણ ઉપર જોખમ ખેડાવી રહ્યું છે બોડેલી તાલુકા સહિત જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો થતા હોય છે પણ વરસાદ નહીવત પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220704-WA0050.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *