Gujarat

બોડેલી ના મોડાસર ચાર રસ્તા પાસે બાઇકને હાઇવા ટ્રકે અડફેટે લેતા બે ના ઘટના સ્થળે  મોત,

બોડેલી ના મોડાસર ચાર રસ્તા પાસે બાઇક ને ડમ્પર એ ટક્કર માંરતા સર્જાયો અકસ્માત
  બોડેલી મોડાસર પાસે રાજપીપલા જતા હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો બોડેલી તરફ થી પોતાના ગામ તરફ જતા બાઇક ચાલકને હાઈવા ડમ્પર એ ટક્કર મારતા બાઈક ચાલક સહિત બાઈક પર સવાર વ્યક્તિનું ઘટનાસ્થળે મોજ નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી
કડાછલા ગામ ના બે વ્યક્તિ બોડેલી ખાતે બેન્કનું કામ પતાવી ને પોતાના ઘરે જતા મોડાસર ચોકડી થી આગળ લડોદ ના પાટીયા પાસે ડામર કપચી ભરેલું હાઈવા ડમપરે બાઈક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક અને એની પાછળ બેઠેલા વૃદ્ધનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું
મોડાસર ચોકડી પાસે રાજપીપળા જતા રસ્તામાં ઠેર ઠેર ખાડા હોય રસ્તો ઉબડખાબડ હોય   વારંવાર અકસ્માતના બનાવો બને છે આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ વહેલી તકે રસ્તો બને જેથી કરીને નિર્દોષ માણસ ભોગ ન બને  બોડેલીના મોડાસર ચોકડી પાસે અકસ્માત બનાવ બનતા ઘટનાસ્થળે લોકો ના ટોળા ઉમટી પડ્યા હતા બોડેલી પીએસઆઇ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

IMG20220504134213.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *