Gujarat

બોડેલી પંથક માં વીતેલા સપ્તાહમાં ભારે વરસાદ ને પગલે બોડેલી-વડોદરા રાજ્ય ધોરી માર્ગ ઉપર ના નર્મદા ની મુખ્ય કેનાલ પાસે ના એપ્રોચ રોડ સાઈડ ની માટી નુ ભારે પ્રમાણ માં ધોવાણ થતાં વધુ ધોવાણ અટકાવવા માર્ગ મકાન વિભાગ દ્રારા સિમેન્ટની ખાલી કોથળીઓ માં માટી ભરી એપ્રોચ્ ની માટીની પાળ ઉપર ગોઠવવા માં આવી

   જ્યારે બોડેલી વડોદરા રાજ્ય ધોરી માર્ગ ઉપર ના નીચાણ વાળા વિસ્તારો માં આવેલ કોતરો નદીઓ વગેરેમાં ઘોડાપુર આવ્યા હતા જેના પગલે રોડ સોલ્ડરો નુ ધોવાણ થયું હતું જેની પણ યુધ્ધ ના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરી પૂર્ણ કરવા માં આવી હતી
       ગત રવિવાર ને 10 મી જુલાઈ ના રોજ આભ ફાટ્યુ હતુ અને સમગ્ર વિસ્તારો માં જળ બંબાકાર ની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી જેના પગલે સમગ્ર બોડેલી નગર સહિત આસપાસ ના ગ્રામીણ વિસ્તાર તેમજ રાજ્ય ધોરી માર્ગ ઉપર ના નીચાણ વાળા વિસ્તારો  જળમગ્ન  બન્યા હતા જેને લઇ સમગ્ર પંથક માં ભારે નુક્સાન થયુ હતુ જેથી બોડેલી વડોદરા રોડ ઉપર કડીલા, બામરોલી,  પાટણા પીઠા, સુર્યાઘોડા સહીત ના ગામોમાંથી પસાર થતા કોતરો નું પાણી રોડ ઉપર ફરવા લાગ્યુ હતું જેના પગલે રોડ સાઈડ ના સોલડરો નુ ભારે માત્રા માં ધોવાણ થયુ હતુ જેથી માર્ગ મકાન વિભાગ દ્રારા યુધ્ધ ના ધોરણે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું અને તેને ગણત્રી ના કલાકો માં પૂર્ણ કરવા માં આવ્યુ હતુ
           જ્યારે બોડેલી પાસે થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ પાસે ના એપ્રોચ રોડ ની સાઈડ ની માટી નુ ધોવાણ થતાં તેણી પણ કામગીરી હાથ ધરવામાં આવી છે જેણે સિમેન્ટ ની ખાલી કોથળીઓ માં માટી( માલ )ભરી ગોઠવવા ની કામગીરી હાલ પુર જોશમાં ચાલી રહી છે જેથી વધુ માટી નુ ધોવાણ અટકી શકે તે હેતુથી હાલ આ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે તેમ જાણવા મળ્યુ હતુ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220725-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *