ગ્રેટ પે તેમજ રજા પગાર, ભરતી અને બઢતી માં 1/3 કરી આપવા સહીત ના 14 મુદ્દાઓ ને લઈ વન કર્મી ઓ અચોકકસ મુદ્દતની રજા ઉપર ઉતરી ગયા હતા
તલાટીઓ, આરોગ્ય કર્મી બાદ અવાર નવાર સરકાર સાથે ચર્ચા ઓ કરી આંદોલનો કરી આજ રોજ સમગ્ર ગુજરાત ના વન કર્મી ઓ સાથે છોટાઉદેપુર જિલ્લા ના 70 ઉપરાંત વન કર્મી ઓ ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ ગાંધીનગર ની સુચના અને માર્ગદર્શન હેઠળ રજા ઉપર ઉતરી ગયા હતા અને જેતે કચેરી ઓ ના વડા ને ગ્રેડ પે, રજા પગાર, ભરતી અને બઢતી માં 1/3 કરી આપવાની માંગ સાથે ઍક સાથે રજા ઉપર ઉતરી ગયા હતા
જેના પગલે સમગ્ર જિલ્લા માં ખડભળાત મચી ગયો હતો વન કર્મી ઓ રજા ઉપર ઉતરી જતા વન વિભાગને જંગલ વિસ્તાર માં જે વનરાજી એ લીલી ચાદર ઓઢી છે અને વન વિભાગ ના જંગલ ભાગ માં આવી લીલોતરી જૉવા મળી રહી છે તે ક્યાંક ને ક્યાંક વન રક્ષક અને વનપાલ ને ફાળે જાય છે
વન રક્ષક નો 2800ગ્રેડ પે તેમજ વનપાલ નો 4200ગ્રેડ પે સહીત ભરતી અને બઢતી માં 1/3નો રેશિયો સહીત રજા પગાર ના મુખ્ય મુદ્દા સહીત ના 14જેટલા મુદ્દાઓ લઈ તલાટી, આરોગ્ય કર્મી બાદ સરકાર સામે બાંયો ચઢાવતા વન કર્મીઓ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

