Gujarat

બોડેલીની મોટા અમાદરા (છ) પ્રાથમિક શાળાના ૫૮ માં સ્થાપના દિનની ઉજવણી આજે રંગેચંગે કરવામાં આવી:

બોડેલી તાલુકાના મોટા અમાદરા (છ) ગામે છેલ્લા ૫૭ વર્ષથી કાર્યરત છોટાઉદેપુર જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત એવી વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પૂરું પાડતી મોટા અમાદરા (છ) પ્રાથમિક શાળા આજે તેના ૫૮ વર્ષમાં પ્રવેશ કરતી હોય ૫૮ માં સ્થાપના દિવસની ઉજવણી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઈમરાનભાઈ સોની નાં અધ્યક્ષપદે ખૂબ જ રંગેચંગે કરવામાં આવી ત્યારે કાર્યક્રમ નાં અતિથિ વિશેષ તરીકે બોડેલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીગ્નેશભાઈ વણકર, બીટ નિરીક્ષક દિનેશભાઈ પટેલ તેમજ બી.આર.સી કૉ ઓર્ડીનેટર વિશાલભાઈ પંડયા સાથે બોડેલી તાલુકા શૈક્ષિક મહાસંઘ ના પ્રમુખ અશોકભાઈ ગઢવી, બોડેલી તાલુકા શિક્ષક સંઘના મંત્રી મુસ્તાકભાઈ મન્સુરી તેમજ અન્ય હોદ્દેદારો સાથે ગામના સરપંચ રંજનબેન તડવી, ડેપ્યુટી સરપંચ મીનાબેન પરમાર, એસએમસી અધ્યક્ષ યમરાજસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
     પ્રાથમિક શાળા ના ૫૮ માં
સ્થાપના દિનની ઉજવણી ના કાર્યક્રમ ને દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકતા કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી ઈમરાનભાઈ મન્સૂરીએ સરકારશ્રી ના પરિપત્ર મુજબ દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં આપણા દિનની ઉજવણી કરવામાં આવે છે જે અનુસંધાને આજે આ શાળાનાં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી રહી છે શાળા ધોરણ ૧ થી ૫ ની નાની શાળા હોવા છતાં પણ સારી એવી સંખ્યામાં ગ્રામજનો પોતાનો કિંમતી સમય બગાડી ને ઉપસ્થિત રહ્યા છે એ જ શાળાના શિક્ષકો અને બાળકોને તેમનું પ્રેરક બળ પૂરું પાડશે અને આવનારા સમયમાં ગ્રામજનો નો આવો જ સહકાર મળતો રહેશે કેવી લાગણી વ્યક્ત ઈમરાનભાઈ સોનીએ વધુમાં આપણું બાળક પ્રાથમિક શાળામાં પાયાનું શિક્ષણ મેળવી ને ઉચ્ચ શિક્ષણ મેળવવા અન્ય શાળામાં જાય છે ત્યાં તેમાં સૌથી મોટો પાયાનો ફાળો ગામની પ્રાથમિક શાળાનો જ હોય છે અને આપણા ગામના બાળકો પ્રાથમિક શાળામાં વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ માટે જોડાય તેવી લાગણી સાથે અનુરોધ કરતા શાળાનો વધુમાં વધુ બાળકો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી.
       આજના આ અવસરે ઉપસ્થિત મહાનુભાવો સાથે ગત વાર્ષિક પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ તમામ બાળકોનું સ્મૃતિ ચિન્હ આપી ગામના સરપંચ સાથે એસએમસી ના સભ્યો દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના ઉત્સાહી આચાર્ય અનિલભાઈ જોશીએ ઉપસ્થિત મહાનુભાવો સાથે ગ્રામજનોને આવકારી શાળાનો ચિતાર  રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતમાં ગ્રામજનો દ્વારા આયોજિત તિથિ ભોજન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220615-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *