Gujarat

બોડેલીમાં પેટ્રોલ પંપ પર બસ સાથે ઇકોનો અકસ્માત બસમાં સવાર 40 જેટલાં મુસાફરો ગભરાઈ ગયા

બોડેલી બોડેલીના જાંબુઘોડા રોડ પર આવેલા પેટ્રોલ પંપ ૫૨ ડીઝલ ભરવા આવેલી એસટી બસ સાથે ઇકો ગાડી અચાનક ટકરાઈ હતી . જેમાં ઇકો ગાડીને નુકશાન થયું હતું . બસના કંડકટરને સામાન્ય ઇજા થઇ હતી . જોકે બસ સાથે ઇકો ગાડી અચાનક અથડાતા બસમાં સવાર 40 થી વધુ મુસાફરો ગભરાઈ ગયા હતા . અને બસમાંથી નીચે ઉતર્યા હતા . કવાટથી ગઢશિશા જતી લાંબા અંતરની એસટી બસ બોડેલી ડેપો થઈને નજીકમાં જ આવેલા જાંબુઘોડા રોડ પર કરણ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે બસ ગઈ હતી અને ત્યાં ઇકોના ચાલકે ઝડપભેર આવીને બસ સાથે અથડાતા ઇકો ગાડીને નુકશાન થયું હતું . જ્યારે બસના કંડકટર જશવંતભાઈને ઇજા થતા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા . અકસ્માતને લીધે બસમાં સવાર તમામ મુસાફરો ગભરાઈ જતાં નીચે ઉતરી ગયા હતા . બસ વિલંબે ઉપડી હતી આ અકસ્માતમાં કંડકટરને ઇજા થઈ હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220926-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *