Gujarat

ભચાઉની ખાનગી મીની બસને દારૂડિયો ચલાવી લઈ ગયો

ભુજ
ભચાઉના વથાણ ચોકમાં ઉભેલી ખાનગી મીની બસને સવારે એક શખસ ચાલુ કરીને દુધઈ માર્ગ પર લઈ ગયો હતો. બનાવની જાણ થતાં બસ ચાલક સહિતના લોકોએ બસનો પીછો કરી કબરાઉ પાસે બસને રોકાવી હતી. જ્યાં બસમાં સવાર શખસને નીચે ઉતારી પકડી પાડ્યો હતો. પકડાયેલા શખસે નશો કર્યો હોવાનું પણ માલુમ પડ્યું હતું. જાેકે, ક્યાં કારણોસર તેણે બસને ભગાડી હતી તે તપાસનો વિષય છે. સદભાગ્યે આ બનાવમાં કોઈને ઇજા પહોંચી નથી. ભચાઉમાં છેલ્લા બે વર્ષ દરમિયાન વાહન લઈ ભગાડી જવાનો આ ત્રીજાે કિસ્સો છે. આ પૂર્વે ૧૦૮ એમ્બ્યુલન્સ ચલાવી મૂકી અકસ્માત સર્જયો હતો. તો એસટી વર્કશોપમાંથી પણ બસ લઈ જઈ નુકસાન પહોંચાડ્યાની ઘટના બની છે. ભુજમાં પણ આજ પ્રકારે એક શખ્સે મીની ખાનગી બસ હંકારી દેતા જાનમાલને નુકસાન પહોચાડ્યું હતું.પખવાડિયા પૂર્વે ભુજમાં ખાનગી બસ લઈ જઈ ભાગી જવાના બનાવ બાદ ભચાઉમાં પણ આજ પ્રકારની ઘટના બની છે. જ્યાં એક શખસે ખાનગી મીની લકઝરી બસ ચાલુ કરીને ભગાડી મૂકતા બસ ચાલક સહિતના લોકોમાં ભાગદોડ મચી હતી. ધુની મગજના ઇસમે નગરના વથાણચોકમાં ઉભેલી બસને ચાલુ કરી દુધઈ માર્ગે દોડાવી મૂકી હતી. જેને બાદમાં ભચાઉથી ૧૫ કિલોમીટર દૂર કબરાઉ ગામ પાસે લોકોએ બસ રોકી ઝડપી પાડ્યો હતો.

File-02-page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *