Gujarat

ભરૂચના લીમડી ચોકમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારી થઇ ૧૫થી વધુ વ્યકિતઓ સામે ગુનો નોંધાયો

ભરૂચ
ભરૂચના લીમડી ચોકમાં ઘર પાસે વરઘોડામાં ફટાકડા ફોડવાની ના કહેતા ૧૦ થી ૧૫ લોકોએ સુરતી પરિવારના ૫ લોકો ઉપર હુમલો કરી ઇજા પોહચાડી હતી.ભરૂચના લીમડી ચોક ખાતેથી બાબરીનો વરઘોડો ડીજે સાથે પસાર થતો હતો. તે સમયે હરીશ ખુશાલભાઈ સુરતીના ઘર પાસે ફટાકડાની લૂમ પાથરવામાં આવતા તેમના ભાઈ બીપીનભાઈએ અહીં બધાની સી.એન.જી. ગાડીઓ પડી હોય ફટાકડા ફોડવા ના પાડી હતી.જેમાં વરઘોડામાં રહેલા ૧૦ થી ૧૫ લોકો હરીશભાઈ, ભરતભાઇ અને તેમની માતા, પત્નીઓ સાથે ઝપાઝપી તેમજ મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. પરિવારના પાંચ લોકોને ઇજાઓ પોહચતા બી ડિવિઝન પોલીસ મથકે ૧૦ થી ૧૫ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં રીક્ષા ચાલક અને તેના મિત્ર ઉપર ૩ શખ્સોએ લાકડીના સપાટા મારી માથામાં ઇજા પોહચાડી હતી.અંકલેશ્વરના તલાવિયા વાડ ખાતે રહેતા રફીક પટેલ પ્રતિન ચોકડીથી પેસેન્જર બેસાડી ગડખોલ પાટિયા ગયા હતા. જ્યાંથી મિત્ર વિજય મોરીયા સાથે પરત ફરતા માનસી હોન્ડા પાસે તેઓની રીક્ષા ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો.તેઓએ રીક્ષા ઉભી રાખતા દિલાવર દિવાન, સંદીપ પટેલ અને બાદલ મરાઠીએ ઝઘડો કરી બનેને માથામાં લાકડીના સપાટા ઝીંકી દીધા હતા. ટોળું ભેગું થઈ જતા ત્રણેય શખ્સો હવે અમારી સામે પડતો નહિ તેવી ધમકી આપી ભાગી ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી વાલિયાના પણસોલી ગામે પાલતું શ્વાનને બહાર કેમ કાઢો છો કહી ત્રણ લોકોએ શ્વાન માલિકને માર માર્યો હતો.વાલિયાના પણસોલી ગામે રહેતા નરેન્દ્રસિંહ સુણવાનો પુત્ર પુંજનસિંહ ફળિયામાં તેઓના પાલતું શ્વાન ડોલીને ફરવવા નીકળ્યો હતો. જે વેળા સ્ટ્રીટ ડોગ દોડતા તેની પાછળ પાલતું શ્વાન દોડયું હતું.ફળિયાના મહેન્દ્રસિંહ, નતવરસિંહ અને તેમનો પુત્ર દિગ્વિજય નરેન્દ્રસિંહના ઘરે પોહચી તેમના શ્વાન બાબતે ઝઘડો કર્યો હતો. પકડ, લાકડી વડે માર મારવા લાગતા પરિવારના અન્ય સભ્યોએ આવી બચાવ્યા હતા. જે અંગે વાલિયા પોલીસ મથકે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *