Gujarat

ભરૂચના સુંદરમ જ્વેલર્સમાં ૩ લૂંટારાઓ ત્રાટક્યા

ભરૂચ
ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સુંદરમ જવેલર્સ આવેલી છે. જ્યાં ૩ લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જવેલર્સ દુકાન ખોલી શાંતિથી ખુરશી ઉપર પગ ઉપર પગ ચઢાવી આરામથી બેઠો હતો. આ દરમિયાન એક હાથમાં થેલી મોઢા ઉપર માસ્ક, જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને ૩ લૂંટારું દુકાનમાં પ્રવેશ કરતા જવેલર્સ ખુરશી ઉપરથી ઉભો થયો હતો. જે બાદ જ્વેલર્સ ટેબલ ઉપર મુકેલો પોતાનો મોબાઈલ પકડી ચેક કરવા જતાં તરત જ એક લૂંટારુંએ પાછળથી ઉભા થઈ જવેલર્સનું મોઢું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ત્રીજા લૂંટારુએ હાથમાં પિસ્તોલ જેવું હથિયાર બહાર કાઢ્યું હતું. જવેલર્સનું મોઢું દબાવી તેને ટેબલ ઉપર સુવાડી દેવાના પ્રયાસમાં જવેલર્સે પ્રતિકાર કરી બુમરાણ મચાવતા ત્રણેય લૂંટારું પકડાઈ જવાના ભયથી શો રૂમમાંથી બહાર ભાગવા ગયા હતા. જેની પાછળ જવેલર્સ પણ ભાગ્યો હતો. ઝાડેશ્વર રોડ ઉપર બહાર શોપિંગ સેન્ટરમાં જવેલર્સની બુમરાણ અને ૩ આરોપીની નાસભાગ વચ્ચે જાેતજાેતામાં ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થળ ઉપર તત્કાલિક પોલીસે આવી જઈ આ ત્રણ લૂંટારુ સાથે જેકેટમાં રહેલા શંકાસ્પદ ચોથા લૂંટારુંને તુલસીધામ નજીક ભીડમાંથી ઝડપી લઈ તેની પૂછપરછ હાથ ધરી છે. લૂંટના આ પ્રયાસની તમામ ગતિવિધિઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ભરૂચ પોલીસે ત્રણેય લૂંટારુઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. ત્રણ પૈકી એક આરોપી નામાંકિત કંપનીમાં મેનેજર લેવલ પર છે. તેમજ ઘટનામાં વપરાયેલી પિસ્તોલ એક લાઈટર હોવાની માહિતી પણ સામે આવી છે.ભરૂચના ઝાડેશ્વર રોડ પર સુંદરમ જ્વેલર્સમાં ૩ લૂંટારૂએ પિસ્તોલ સાથે આવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. શ્રી નિકેતન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સ્થિત સુંદરમ જ્વેલર્સના માલિકનું મોઢું દબાવી લૂંટારૂએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. જાેકે, જવેલર્સે બુમરાણ મચાવતા તમામ ઉભી પૂછડીએ નાસી છૂટ્યા હતા. ત્યારે આ લૂંટના પ્રયાસની ઘટનાને લઈ ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે તમામ લૂંટારૂઓને ઝડપી પાડ્યા છે.

Bharuch-Sundaram-Jewellers.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *