Gujarat

ભરૂચનો સ્વચ્છતામાં રાજ્યમાં 15મો ક્રમ

સ્વચ્છતા સર્વેક્ષણ 2022ના પરિણામો ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકા માટે સારા આવ્યાં છે. અંકલેશ્વર નગરપાલિકાએ રાજયમાં નવમો અને ભરૂચ નગરપાલિકાએ 15મો ક્રમ મેળવ્યો છે. ગત વર્ષે 64મા ક્રમે રહેલાં ભરૂચનો દેખાવ આ વર્ષે સુધર્યો છે. દેશના શહેરોને સ્વચ્છતાની બાબતમાં ક્રમ આપવા માટે દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં વિવિધ માપદંડોના આધારે ગુણ આપી શહેરને ક્રમ આપવામાં આવે છે. શનિવારે સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે.
ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાઓની વાત કરવામાં આવે તો અંકલેશ્વર નગરપાલિકાએ રાજયમાં નવમો, ભરૂચે 15મો, જંબુસરે 23મો અને આમોદે 21મો ક્રમ મેળવ્યો છે. ભરૂચ નગરપાલિકાએ ગત વર્ષે 46મો ક્રમ મેળવ્યો હતો જેની સરખામણીએ આ વખતે રેટીંગમાં સુધારો થયો છે. અંકલેશ્વરે રાજયમાં 9મો નંબર મેળવી સ્વચ્છતાની બાબતમાં ભરૂચને પાછળ રાખી દીધું છે.

IMG-20221002-WA0155.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *