ગાંધીનગર
ભારતીય કોસ્ટ ગાર્ડ(આઈસીજી)એ સી-એર કો-ઓર્ડિનેટેડ ઓપરેશનમાં ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાં નજીક એક ડૂબતા વેપારી જહાજમાંથી ૨૨ ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા હતા. આઈ.સી.જી.નાં ઝડપી ઓપરેશનનાં કારણે એક પાકિસ્તાની અને શ્રીલંકન સહિત ૨૨ ક્રુ મેમ્બરોનો જીવ બચી ગયો હતો, તમામ લોકો સુરક્ષિત છે અને તેમને પોરબંદર લઇ જવાયા હતા. આઇસીજીના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, એક ડોર્નિયર એરક્રાફ્ટ, બે સ્વદેશી-એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર્સ અને બે જહાજાે શોધ અને બચાવ કામગીરીમાં સામેલ હતા. તેમણે જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સને હેલિકોપ્ટર્સ અને જહાજાે દ્વારા બચાવી લેવાયા હતા. આઇસીજીનાં જણાવ્યા મુજબ સવારે ૮.૨૦ વાગ્યાની આસપાસ, પોરબંદર દરિયાકાંઠેથી ૧૮૫ કિ.મી. દૂર વેપારી જહાજ ગ્લોબલ કિંગ -૧ ડુબી રહ્યું હોવાનો મેસેજ મળ્યો હતો.


