Gujarat

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રૂ.૩૧,૮૯૬/- તથા મોટર સાયકલ કિં.રૂ.૩૫,૦૦૦/ મળી કુલ કિં.રૂ. ૬૬,૮૯૬/-નો પ્રોહી ગણનાં પાત્ર કેસ શોધી કાઢતી ઝોઝ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા જીલ્લાનાં તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃત્તિ-હેરાફેરી કરતાં ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ.
જે અનુસંઘાને એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ આજ રોજ પી એચ વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન કાકાડકુંડ ગામ પાસેનાં ડામર રોડ પાસે આવતાં મીઠીબોર બાજુથી એક ઇસમ પોતાની મોટર સાયકલ ઉપર કંતાનનાં કોથળામાં કંઇક બાંધી આવતો હોઇ જે મોટર સાયકલનો ચાલક દુરથી પોલીસની ગાડી જોઇ જતાં પોતાની મોટર સાયકલ ડામર રોડ પર ફેંકી દઇ બાજુમાં આવેલ જંગલ તરફ ભાગી ગયેલ બાદમાં સદરી મો.સા.ની તપાસ કરતાં કંતાનનો કોથળો ખોલી જોતાં તેમાં (૧) ખાખી કલરના પુઠ્ઠાના બોક્ષ નંગ-૦૬ હોય પુઠ્ઠાનાબોક્ષમા ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટીકની શીલબંધ ૭૫૦ મિલીની કુલ બોટલ નંગ-૭ર જેની કિંમત રૂ ૩૧,૮૯૬/- તથા (૨) પ્રોહી મુદ્દામાલમાં ઉપયોગમાં લીધેલ TVS કંપનીની નંબર પ્લેટ વગરની અપાચે મોટર સાયકલ જેનો એન્જીન નં. AE8HL2514069 તથા ચેસીસ નંબર.MD634AE87L2H14900 જેની કુલ કિંમત ૩૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૬૬,૮૯૬ મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area

IMG-20220907-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *