Gujarat

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રૂ.૫૦,૨૯૦/- તથા મોટર સાયકલ કિં.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ કિં.રૂ.૫૦૦/- મળી કુલ કિં.રૂ. ૮૦,૭૯૦/- નો પ્રોહી ગણનાં પાત્ર કેસ શોધી કાઢતી ઝોઝ પોલીસ

 ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લામાં પ્રોહી જુગારની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃત્તિ-હેરાફેરી કરતાં ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ.જે અનુસંધાને એ.વી કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી એચ વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાં માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મિઠીબોર ગામ નજીક તુટેલા નાળા પાસે આવતા કોઠારા ગામ તરફથી એક મોટર સાયકલ ઉપર એક ઈસમ કંતાનના કોથળામાં કંઇક બાંધી આવતો હોઇ જે મોટર સાયકલનો ચાલક પોલીસ માણસોને જોઇ જતાં પોતાની મોટર સાયકલ રોડની બાજુમાં ફેંકી દઇ બાજુમાં આવેલ ખેતરો તરફ ભાગી ગયેલ જેને પકડવા તેની પાછળ દોડેલ અને સદરી ઇસમને પકડી પાડેલ. બાદમાં સદરી મો.સા.ની તપાસ કરતાં કંતાનનો કોથળો ખોલી જોતાં તેમા (૧) ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ રોયલ સીલેક્ટ ડિલક્ષ વ્હીસ્કી માર્કાવાળા પ્લાસ્ટીકના ૧૮૦ મિલીના ક્વાર્ટરીયા નંગ-૪૭૦ જેની કિંમત ૫૦,૨૯૦/- તથા (૨) પ્રોહી મુદ્દામાલમાં ઉપયોગમાં લીધેલ હેરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો રજી નં. MP-69-MH 4576 જેની કુલ કિંમત રૂ.૩૦,૦૦૦/- તથા (3) સેમસંગ કંપનીનો સાદો મોબાઇલ નંગ-૦૧ કિંમત રૂ.૫૦૦/- મળી કુલ કિંમત ૮૦,૭૯૦/- નો પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220906-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *