Gujarat

ભાવનગર રેલ્વે ડીવીઝને આવકમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે

માત્ર 177 દિવસમાં રેલ્વે રેવન્યુ માં 501 કરોડ રૂપિયા એકત્ર થયા..
પશ્ચિમ રેલ્વે ભાવનગર મંડલ યાત્રિયોને સુવિધા આપવા સાથે રેલ્વેની આવક વધારવામાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ દિશામાં સતત પ્રયાસો ચાલુ રાખીને ભાવનગર મંડલે આ નાણાકીય વર્ષ દરમિયાન ગુડ્સ આય, યાત્રી પરિવહન સેવા અને અન્ય કોચિંગ આય ને જોડીને માત્ર 177 દિવસમાં રૂ.500 કરોડનો જંગી આંકડો પાર કરીને વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભાવનગર મંડલના મંડલ રેલ પ્રબંધક શ્રી મનોજ ગોયલના ઊર્જાવાન અને કુશલ નેતૃત્વ તથા મંડલના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ અને તેમની ટીમના સતત પ્રયાસોને કારણે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ શક્ય બની છે.
 ભાવનગર મંડલના સિનીયર ડીસીએમ  માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, ભાવનગર ડિવિઝને 24 સપ્ટેમ્બર, 2022 સુધી રૂ. 501.05 કરોડની રેલ રાજસ્વ આવક હાંસલ કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 318.66 કરોડ કરતાં 57.2% વધુ છે. આ વર્ષે ગુડ્સ પરિવહનથી રૂ.396.01 કરોડ પ્રાપ્ત થયા છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ.280.16 કરોડ મળ્યા હતા. આ વર્ષે યાત્રી પરિવહન સેવા થી રૂ. 95 કરોડ મળ્યા છે જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 33.01 કરોડ મળ્યા હતા. આ વર્ષે અન્ય કોચિંગ આવક થી રૂ. 10.04 કરોડ પ્રાપ્ત થયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 5.49 કરોડ મળ્યા હતા. આમ ભાવનગર મંડલે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
રિપોર્ટરઃવિપુલ લુહાર,બોટાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *