એક બહુરૂપીની જીવન કથા બહુરૂપી નો રોલ કરી બોડેલી નગરમાં તેમજ શેરી મહોલ્લામાં બાળકો અને વડીલો ને ખુશ કરતા એવા હાલોલ ના રહેવાસી નિસાર અહેમદ ભાઈ તેમની ઉંમર 70 વર્ષ.. તેઓએ જણાવ્યું હતું કે અમારી પેઢી રાજ રજવાડા માં કામ કરતી આવી છે અને રાજાના જમાનામાં અમે રાજાના ખીલોના હતા આજે રાજ રજવાડું ચાલી ગયું ત્યાર પછી અમે બહુરૂપી બનીને બજારમાં ફરવા લાગ્યા ક્યારે નિશાળ ભાઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો અમને ઓછી નજરથી જુએ છે અને નીસારભાઈ જણાવ્યું હતું કે ગુજરાતના ભૂત પૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા ત્યારે મારું સન્માન પણ કર્યું હતું તેવું જણાવ્યું હતું ભૂતપૂર્વ મુખ્યમંત્રીને ચીમનભાઈ પટેલને આજે પણ નિસારભાઇ યાદ કરે છે ક્યારે નિસાર ભાઈએ જણાવ્યું હતું આજે પણ હુ બહુરૂપી ની ભૂમિકા ભજવીને મારું આજે ૭૦ વર્ષની ઉંમરે પણ ગુજરાન ચલાવું છું ત્યારે હું ભૂમિકામાં પાગલ નો રોલ તેમજ ડોક્ટર વકીલ પોલીસ લાખા વણઝારા તેમજ શંકર ભગવાન નારદજી ભૂમિકા ભજવીને લોકોને ખુશ કરું છું અને ગઝલ ગાયને પણ લોકોને આનંદ કરાવું છું નીસારભાઈ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત તેમજ રાજસ્થાન જેવા રાજ્યોમાં જઇને પણ બહુરૂપી નો રોલ કરીને શેરો ગલી તેમજ મોહલ્લામાં અને નગરોમાં જઈને લોકોને ખુશ કરું છું ત્યારે નિસાર ભાઈ પઠાણ નો રોલ કરીને આવેલા ત્યારે પત્રકાર તરીકે હું પણ વિચાર કર્યો કે નેતા તેમજ ઊંચા પદ ના અધિકારીઓ સાથે લોકો ફોટા પડાવીને આનંદ લે છે ત્યારે હું આજે નિસારભાઇ સાથે સમૂહમાં ફોટો પડાવીને મારા દિલમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


