Gujarat

મણીનગરમાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યકમ યોજાયો

અમદાવાદ
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યું. કેસરીયા યુથ ફેડરેશનના પ્રમુખ શાર્દુલભાઈ દેસાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જાેડાયા હતા અને સ્થાનિક તેમજ રાહદારીઓએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડી છાશનો આનંદ માણ્યો હતો. મણીનગર વિધાનસભાના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ ના હસ્તે નિઃશુલ્ક છાશ વિતરણનો આરંભ કરાવવામાં આવ્યું હતું.
છેલ્લા ૭ વર્ષથી દર વર્ષે ઉનાળામાં કેસરીયા યુથ ફેડરેશન દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે આજ રોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે મણીનગરના ઘોડાસર ફિડલ કેનાલ, ગાર્ડન પાસે અમૂલ કોર્નર પાસે આ નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવ્યુ હતું.

Amdavad-Manainagar-02.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *