નવીદિલ્હી
ઉત્તર પ્રદેશમાં વારાણસી સ્થિત બહુચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળ પાસે આવેલી પ્રસિદ્ધ શાહી ઇદગાહ મસ્જિદને સીલ કરવાની અરજી સિવિલ કોર્ટે સ્વીકારી લીધી છે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે ૧ જુલાઇની તારીખ નક્કી કરી છે. તમને જણાવી દઇએ કે મથુરાની કુલ ૧૩.૩૭ એકર જમીનના માલિકાના હકને લઇને સિવિલ કોર્ટમાં પહેલા જ એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ જમીનમાંથી ૧૧ એકર જમીન મંદિર પાસે છે અને બાકી ઇદગાહ પાસે છે. મથુરા સિવિલ જજ સિનીયર ડિવિઝનના કોર્ટમાં અધિવક્તા મહેન્દ્ર પ્રતાપ સિંહે પ્રાર્થના પત્ર લગાવી હતી. જેમાં શાહી ઇદગાહને સીલ કરીને ત્યાં સુરક્ષા વધારવામાં આવે. ત્યાં જવા આવવા પર રોક લાગે અને સુરક્ષા અધિકારીને નિયુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે. મહેન્દ્ર પ્રતાપ સિંહે પોતાના પ્રાર્થના પત્રમાં જ્ઞાનવાપી મસ્જિદના વિવાદનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ, વારાણસીમાં જે પ્રકારે હિન્દુ શિવલિંગના અવશેષ મળ્યા છે તેમાં સ્થિતિ સ્પષ્ટ થઇ ગઈ છે કે પ્રતિવાદીગણ ત્યાં તે જ કારણોસર શરુથી વિરોધ કરે છે. તેમણે કહ્યું કે આ સ્થિતિ શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંપત્તિની છે જે અસલી ગર્ભગૃહ છે. ત્યાં બધા હિન્દુ ધાર્મિક અવશેષ, કમલ, શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે હિન્દુ ધાર્મિક ચિન્હ્ન અને અવશેષ છે. તેમાંથી કેટલાક મિટાવી દેવામાં આવ્યા અને કેટલાક મિટાવવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં જાે હિન્દુ અવશેષોને મિટાવી દીધા તો કેરેક્ટર ઓફ પ્રોપર્ટી બદલી જશે અને તેનાથી ઉદ્દશ્ય સમાપ્ત થઇ જશે. મહેન્દ્રસિંહ કહ્યું કે માનનીય ન્યાયલયને વિનંતી છે કે ત્યાં બધાનું આવવા જવાનું પ્રતિબંધિત કરીને તે પરિસરની યોગ્ય સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે અને પરિસરને સીલ કરી દેવામાં આવે. મથુરામાં શાહી ઇદગાહ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલાને લઇને કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ પક્ષના દાવાને લઇને નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવલિંગ છે પણ મસ્જિદ કમિટીએ જણાવ્યું કે તે મસ્જિદનો ફુવારો છે અને મસ્જિદમાં આ હોય છે. જાે શિવલિંગ હતું તો કોર્ટ કમિશ્નરે કહેવું જાેઈતું હતું. કોર્ટેનો સીલ કરવાનો આદેશ ૧૯૯૧ એક્ટની વિરુદ્ધ છે.


