Gujarat

“મહિલાનું ભરણપોષણ, પુરૂષોના શોષણનું હથિયાર ન બનાવો.” પત્નિને “પરાવલંબી” નહિ, “આત્મનિર્ભર” બનાવો

આજે આપણા દેશમાં મહિલાઓની સુરક્ષા હેતુ તમામ પ્રકારના કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ મહિલાની સુરક્ષના નામ પર, પરિવારો બરબાદ થાય તેવા અનૈતિક અને અસામાજિક અધિકાર સ્ત્રીને આપવામાં આવે છે, જેની કલ્પના પુરૂષોએ ક્યારેય પણ કરી નથી હોતી. જેમ કે-
પત્નિની “ઈચ્છા વિરુધ્ધ” તેને ઘરકામ કરવાનું કહેવું, એ પત્નિને નોકરાણી માનવામાં આવે છે અને તેવો પ્રચાર કરવામાં આવે છે અને તેને પતિ દ્વારા પત્નિને ક્રુરતા કરી તેમ ગણવામાં આવે છે.
સાસુ-સસરાની સેવા કરવી એ વહુની કાનૂની ફરજ નથી.
જો લગ્ન બાદ પત્નિ પોતાના પતિના ઘરે રહેવા નથી ઈચ્છતી તો તેને સાસરે રહેવા માટે ફરજ પાડી શકાતી નથી.
જો પત્નિ તેના માવતરે રહે છે તો પણ પતિને તેના માટે મકાન ભાડું આપવું પડે છે.
જો કઈ “પુરૂષ” મહીને રૂ.૨૦,૦૦૦/ કમાય છે તો, માનનીય અદાલત તેને પત્નિ, બાળકો અને માતા-પિતા સહિત બધા માટે જરૂરી આવકનો સ્ત્રોત માને છે. પરંતુ આ જ રકમ રૂ.૨૦,૦૦૦/- જો “પત્નિ” મહીને કમાય છે તો, માનનીય અદાલત તે રકમ રૂ.૨૦,૦૦૦/- પર સ્ત્રીનો જ અધિકાર માને છે. જયારે પતિને તેની જવાબદારી છે તેવો પાઠ ભણાવી, કમાણી કરતી (સ્વતંત્ર આવક ધરાવતી) સ્ત્રીને પણ ભરણપોષણના નામ પર માનનીય અદાલત પતિ પાસેથી ભરણપોષણની રકમ વસુલ કરી, કમાતી પત્નિને આપે છે. જે ભારતના બંધારણના આર્ટિકલ ૧૪ નું વાયોલેશન છે.
જો પત્નિ સાસરીમાં રહેતી હોય ત્યારે, પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધે છે, તો તે તેનો અધિકાર છે, કારણ કે, માનનીય અદાલતના કહેવા મુજબ “પત્નિ એ પતિની જાગીર નથી.” અને તેમ છતા પણ પતિએ ભરણપોષણ આપવું પડે છે. શું આ ન્યાયી છે?
જો પત્નિ તેના પતિ સાથે નહિ, પરંતુ પ્રેમી સાથે રહેવા ઈચ્છતી હોય તો, તે સ્ત્રીનો અધિકાર છે, અને પતિએ તેની પત્નિ (અને પ્રેમીથી થયેલ બાળકો) ના ભરણપોષણની રકમ પણ ચૂકવવી પડે છે. શું આ ન્યાયી છે?
જો પત્નિ પોતાના પતિથી અલગ રહીને પતિથી વધારે રકમ પણ કમાતી હોય, તેમ છતા પતિએ પત્નિને ભરણપોષણ આપવું પડે છે. અને જો પત્નિ, પોતાના પતિથી ઓછી રકમ કમાઈ રહી છે તો, ““Equal to husband status” (ઇકવલ ટુ હસબન્ડ) ના નામે પતિ પાસેથી પત્નિને ભરણપોષણની રકમ માનનીય અદાલત દ્વારા અપાવવામાં આવે છે. વગેરે……વગેરે……
એકંદરે પરિસ્થિતિ એવી નિર્માણ થઇ રહી છે, જેમાં પતિને “લગ્ન” કરવા માટે ગુનેગાર કે દોષી માનવામાં આવે છે. પતિને લગ્નસંબંધના નામે “બંધુઆ ગુલામી” કરવા માટે મજબુર કરવામાં આવે છે. જયારે સ્ત્રીને પુરૂષ સમાન શિક્ષા, નોકરી, સંપત્તિ અધિકાર મળેલા જ છે, જેથી સ્ત્રીની પ્રગતિ પણ થઇ રહી છે. પરંતુ આજે લગ્ન સંબંધના બંધનમાંથી મુક્તિ આપીને સ્ત્રીને “જાતીય સ્વચ્છંદતા” નો અનૈતિક કાનૂની અધિકાર આપીને સમાજમાં આપણી સંસ્કૃતિ વિરુધ્ધનું દુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. તે પણ જયારે કે, દહેજ માંગણીના લગભગ ૯૯% કેશો અદાલતમાં ખોટા સાબિત થઇ રહ્યા છે. અને પતિ સામે ખોટા આક્ષેપો કરી જબરદસ્તી ભરણપોષણ વસુલી “Legal Extortion”,(લીગલ એક્ષટોર્ષન) તેમજ ભરણપોષણ ન ચૂકવી શકે તો પતિને જેલમાં પણ મોકલી દેવામાં આવે છે. પત્ની શારીરિક-માનસિક રીતે સ્વસ્થ હોવા છતા, કમાઈ શકે તેમ હોવા છતા, પોતે આત્મનિર્ભર થઇ શકે તેમ હોવા છતા, પત્નિને આત્મનિર્ભર કે પગભેર થવા માટે પ્રોત્સાહિત કરવાને બદલે પત્નિને માનનીય અદાલત દ્વારા “મહિલા સશક્તિકરણ” ને પ્રોત્સાહિત કરવાને બદલે પત્નિ આજીવન “પરાવલંબી” બને તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે.
આ “Legal Extortion” (લીગલ એક્ષટોર્ષન) સામે હવે દેશના પુરૂષ અધિકાર માટેના સંગઠનો સાથે મળી પત્નિને “આજીવન ભરણપોષણ” આપવા સામે દેશભરમાં અવાજ બુલંદ કરશે અને પુરૂષોની આ સમસ્યાના સમાધાન હેતુ સરકારશ્રી તેમજ માનનીય અદાલતમાં પોતાની રજૂઆત કરશે. જેથી આપણા સમાજમાં પત્નિ “પરાવલંબી” નહિ પરંતુ “આત્મનિર્ભર” બને જે હકીકતમાં “મહિલા સશક્તિકરણ” કરશે.
મહિલાઓના દર્દ વિષે તો ઘણું બધું સાંભળ્યું છે, પરંતુ સ્ત્રી તરફે દહેજના કાયદાના દુરુપયોગના કારણે પુરૂષો અને તેના પરિવારજનો સામેના દહેજના ૯૯ % કેશો અદાલતમાં ખોટા સાબિત થાય છે જે એન.સી.આર.બી. ની માહિતી પબ્લિકમાં છે. આ હાલતમાં, ગેરબંધારણીય ન્યાયના નામ પર પુરૂષો સાથે અમાનવીય ઉત્પીડન વિષે હવે લોકજાગૃતિ લાવવા એ જણાવવું જરૂરી બન્યું છે કે,- “મર્દ કો ભી દર્દ હોતા હે.”
મહિલાઓની સાપેક્ષમાં પુરૂષોનું આત્મહત્યાનું પ્રમાણ અઢી ગણાથી પણ વધારે છે. જે પુરૂષના દર્દને સાંભળવા – સમજવા માટે કોઈ તૈયાર નથી. ત્યારે આજે તા.૨૭-૦૮-૨૦૨૨ ના રોજ સમગ્ર ભારત દેશમાં એક રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન હેઠળ તમામ પુરૂષ અધિકાર માટેના સંગઠનો એકત્રિત થઇ, પુરૂષ સામે થઇ રહેલા અત્યાચારના ન્યાય હેતુ આ સમાજની વાસ્તવિકતાને સમાજ, સરકારશ્રી તેમજ માનનીય અદાલત સમક્ષ પુરૂષોની દશા ઉજાગર કરવા અપીલ કરે છે.
આ પ્રકારના કોઈપણ ખોટા કેસ બાબતે એસ.આઈ.એફ. વન (સેવ ઇન્ડિયન ફેમિલી)ની રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર- ૮૮૮૨ ૪૯૮ ૪૯૮ પર તેમજ દિપેનભાઈ અટારા, ૯૮૨૫૩ ૬૫૯૫૯ કેશોદ પાસેથી નિ:શુલ્ક માહિતી મેળવી શકશો.
અહેવાલ :- નરેશ રાવલીયા કેશોદ

IMG-20220827-WA0219.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *