Gujarat

મહીસાગરમાં પાકિસ્તાન વિદેશીમંત્રીના નિવેદને લઈ પુતળા દહન, કલેક્ટરને આવેદન પાઠવ્યું

મહીસાગર
પકિસ્તાનના વિદેશીમંત્રી બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર કરેલા આપત્તીજનક નિવેદનને લઈ સમગ્ર દેશમાં તેનો ભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ નિવેદન પર મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદશન કરીને ‘બિલાવલ ભુટ્ટો હાય… હાય…પકિસ્તાન હાય..હાય’ના નારાઓ લગાવી તેનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરના ચાર રસ્તા ખાતે જિલ્લા ભારતીય જનતા પાર્ટી પાકિસ્તાનના વિદેશમંત્રી ‘બિલાવલ ભુટ્ટો હાય… હાય…. પાકિસ્તાન હાય…હાય’ના નારાઓ સાથે પૂતળા દહન કરવામાં આવ્યું હતું. બિલાવલ ભુટ્ટોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આપત્તીજનક નિવેદન આપતા ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. ત્યારે જિલ્લા, શહેર ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહીને ચાર રસ્તા ખાતે બિલાવલ ભુટ્ટોનું પૂતળા દહન કર્યું હતું અને હાથમાં બેનર લઈને ભારે આક્રોશ સાથે ‘બિલાવલ ભુટ્ટો હાય… હાય.. પાકિસ્તાન હાય..હાય’ના નારા લગાવ્યા હતા અને મહીસાગર જિલ્લા કલેક્ટરને આ સંદર્ભે આવેદન પત્ર પાઠવ્યું હતું.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *