Gujarat

મહુધા પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાની સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી

નિસાર શેખ.મહુધા
પ્રાથમિક કુમાર શાળા તેમજ પ્રાથમિક કન્યા શાળાની મહુધા સંયુક્ત ઉપક્રમે શાળા સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિપ પ્રાગટ્ય , પ્રાર્થના તેમજ કેક કાપીને આ કાર્યક્રમને શુભારંભ કરવામાં આવ્યો હતો અને મહુધા શાળા સ્થાપના દિવસ નિમિત્તે પ્રાથમિક કુમાર શાળાનાં વિદ્યાર્થીઓ તથા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભકિત ગીત , સ્વાગત ગીત , નાટક , ગરબો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મહેમાન નું સ્વાગત કરીને સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ  મિનાઝ બાનું મલેક , નગરપાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ , પુર્વ આચાર્ય ભાઈલાલભાઈ મિસ્ત્રી , સી.આર.સી.કો ઓર્ડીનેટર શૈલેષભાઈ , પ્રાથમિક કુમાર શાળા નાં આચાર્ય  ભગવાન સિંહ , પ્રાથમિક કન્યા શાળાનાં આચાર્ય  ધર્મિષ્ઠાબેન , એસ.એમ.સી નાં સભ્યો તેમજ  આ કાર્યક્રમમાં આવનાર પત્રકાર ભરતભાઈ તળપદા , નિસાર શેખ , સામાજિક કાર્યકર અને પત્રકાર ફિરોજ ભાઈ મલેક ને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન  કલ્પેશભાઈ શાહ દ્વારા કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

IMG-20220501-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *