નડિયાદ
મહુધા તાલુકાના નાની ખડોલી ગામે વાઘાના નાકે રહેતા ૩૦ વર્ષીય સલમાબેન સિરાજભાઈ મલેક ગતરોજ પોતાના ઘરે પોતાના પતિ તથા ઘરના અન્ય સભ્યો સાથે સુઈ રહ્યા હતા. ત્યારે મધરાત બાદ તેમના દિયર સાદીકભાઈ અબીલભાઈ મલેક અહીંયા આવ્યાં હતા અને જેઓના લગ્ન થયેલા હોવા છતાં પણ કોઈ મહિલાને ઘરે લઈને આવતા સલમાબેનના પતિ સિરાજભાઈએ આ બાબતે પોતાના નાના ભાઈને ઠપકો આપ્યો હતો. વારંવાર તું આ છોકરીને લઈને આપણા ઘરે કેમ આવ છો તેમ કહેતા ઉશ્કેરાયેલા સાદિકભાઈએ પોતાના ભાઈને અપશબ્દ બોલ્યા હતા અને આક્રોશમાં આવી સાદીકે પોતાના ભાઈ સિરાજભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. જાેકે, સિરાજભાઈ ખસી જતા સાદિકના હાથમાં રહેલી છરી તેના ભાભી સલમાબેનને વાગી ગઈ હતી. ઉપરાંત સાદીકે ઘરમાં મુકેલ તિજાેરીના કાચ તથા હોમ થિયેટર અને ફ્રીજને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન સાદિકનું ઉપરાણું લઈ આવેલા તેના પિતા અબીલભાઈ તથા માતા જુબેદાબીબી પણ પોતાના નાના દિકરનો સાથ આપ્યો હતો. તેમજ મોટા દીકરા અને પુત્રવધુને અપશબ્દો બોલ્યા હતા. આ સમગ્ર મામલે સલમાબેન સીરાજભાઈ મલેકે પોતાના દિયર સાદીકભાઈ અબીલભાઈ મલેક, સાસુ જુબેદાબીબી અબીલભાઈ મલેક ને સસરા અબીલભાઈ રોબડભાઈ મલેક સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૪, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.મહુધા પંથકના નાની ખડોલી ગામે ઘર ઘરના ડખો ચરમ સિમાએ પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નાના ભાઈએ સગા મોટા ભાઈ અને ભાભી પર છરી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત ઘરમા તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યુ હતું. જેથી ચકચાર મચી છે. પરણીત નાનો ભાઈ અન્ય મહિલાને ઘરે લઈને આવતાં મોટા ભાઈ-ભાભીએ ટોકતા મામલો ઉગ્ર બન્યો હતો.


