Gujarat

મહેસાણામાં ૨૩ વર્ષિય પરિણીતા ૧૫ વર્ષિય કિશોરને ભગાડી ગઈ

મહેસાણા
મહેસાણા શહેરના એક વિસ્તારમાંથી ૧૫ વર્ષીય કિશોર તેના જન્મદિવસે ગુમ થયો હતો. ૨૫ જાન્યુઆરીએ ગુમ થયેલો કિશોર ન મળતાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બે તોલા સોનાનો દોરો, ૧૦ હજાર રોકડ અને ૬ જાેડી કપડાં લઈને નીકળેલો કિશોર યુવતી સાથે ભાગ્યો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. કિશોરના મોબાઈલ પરથી ૨૩ વર્ષીય યુવતીએ તેના પિતાને ફોન કરતાં તેની સાથે ભાગ્યો હોવાની કિશોરના પિતાને જાણ થઈ હતી. એ-ડિવિઝન પોલીસે પરિવારજનોને ફોન પર વાતચીત ચાલુ રાખવાનું કહીને લોકેશનના પ્રયાસો શરૂ કર્યા હતા. મોબાઈલ સર્વેલન્સમાં કિશોર દક્ષિણ ગુજરાતમાં હોવાનું લોકેશન મળ્યું હતું. એ-ડિવિઝન પોલીસની એક ટીમે તાપી જિલ્લાના સોનગઢના ગેસ્ટ હાઉસમાંથી કિશોર અને યુવતીને ઝડપી લીધાં હતાં. મહેસાણા લાવીને કિશોરની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. કિશોરને ભગાડી જનારી યુવતી ૨૩ વર્ષની અને તેને એક સંતાન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કિશોર અને યુવતીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ કરાવીને યુવતી સામે પોક્સો અને એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. એસસી, એસટી સેલના ડીવાયએસપીને સમગ્ર કેસની તપાસ સોંપાઈ હતી. એક સંતાનની માતા સાથે ભાગેલા કિશોરનો ૨૫ જાન્યુઆરીએ જન્મદિવસ હતો. તેથી તેના પિતાનો બે તોલાનો સોનાનો દોરો પહેરીને ફોટો પડાવીને આવું છું એમ કહીને કિશોર રૂપિયા ૧૦ હજાર રોકડા, સોનાનો દોરો અને ૬ જાેડી કપડાં લઈને ગુમ થયો હતો. વડોદરામાં સોનાનો દોરો રૂપિયા ૫૦ હજારમાં એક દુકાન પર એક માસ માટે ગીરવી મૂક્યો હોવાનું કિશોરે પૂછપરછમાં જણાવ્યું હતું.

The-teenager-ran-away-on-her-birthday.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *