પ્રથમ આગેવાનો નુ પુષ્પ ગુચ્છો થી સન્માન કરવામાં આવ્યું હતું. સાગર ખેડૂઓની વર્તમાન ગંભીર સમસ્યાઓ ખાસ કરીને ડીઝલ કેરોસીન મા ૨૫ રૂપિયા જેટલો તોતિંગ ભાવ વધારો તથા અન્ય ફીશરમેનોના પ્રશ્નો ને લઈ ચર્ચાઓ કરવામાં આવી,,
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના સોમનાથ ભવન ખાતે અખિલ ભારતિય ફિશરમેન એસોસિએશન ગુજરાત પ્રાંત ના નેજા હેઠળ અખિલ ભારતીય ફીશરમેન એશોસીએસન ના રાષ્ટ્રીય અધ્યક્ષ વેલજીભાઈ મસાણી ના અધ્યક્ષ સ્થાને ચિંતન બેઠક યોજાઈ…
સ્વાગત પ્રવચન તુલસીભાઇ ગોહેલ એ કર્યુ હતું આ બેઠક માં સાગર ખેડુઓ ની વર્તમાન સમયની ગંભીર સમસ્યાઓ ના ઉકેલ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ખાસ કરીને હાલમાં કેરોસીન મા ૨૬ રુપિયાનો તોતીંગ ભાવવધારો તેમજ આ ૧૬ તારીખે ફીશરીઝ પંપો પર ડિઝલ ઉપર અચાનક ૨૫ રુપિયા જેટલો તોતિંગ ભાવ વધી જતા મચ્છીમારો મુશ્કેલીમાં મુકાયા છે અચાનક ભાવ વધીજતા માછીમારો ધંધાકીય રીતે પડી ભાંગતા ૫૦% ઉપર બોટોને કાંઠે મુકવાનો વારો આવ્યો છે.૧૯૮૯ માં ભારત સરકાર કેન્દ્રની યોજના પુરસ્કૃત યોજના એકસાઈઝ ડ્યુટી મુક્ત ડીઝલ વિતરણ વ્યવસ્થા હતી તે ફરીથી ચાલુ કરવા અને મચ્છીમારોને કર રાહત માફી આપવા માંગણી કરવામાં આવી આ સિવાય જુના માપ સાઈઝ ની બોટોમાં મશીનોમાં તેમજ અન્ય ફેરફારો મચ્છીમારોએ આધુનિકરણ માટે ફેરફાર કર્યા છે જેની પૂર્વ મંજુરી લીધી ના હોય તેમને સરકારશ્રી ના નિતીનિયમો મુજબ આ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ હાલમાં પોલીસ એસઓજી દ્વારા મચ્છીમારો ઉપર ગુન્હો નોંધી હેરાનગતિ થઈ રહી છે તેનો ફીશરીસ ખાતા દ્વારા ફી વસુલી ને પણ આવા ફીશરમેન લોકો ને આવી હેરાન ગતીથી મુક્તિ આપવા માંગણી કરવામાં આવી હતી. જેમા અન્ય સમસ્યાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચાર્ણા કરવામાં આવી હતી. તુલસીભાઇ ગોહેલ દ્વારા મચ્છીમારો ને સંગઠિત થવા ઉપર ભાર મૂક્યો હતો અને કરોડો રૃપિયાનુ હુંડીયામણ સરકાર ને મચ્છીમારો દ્વારા કમાવી આપે છે સરકાર મા ખારવા સમાજના આગેવાન ને સ્થાન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ પાકિસ્તાન ની જેલમા માછીમારો સજા ભોગવી રહ્યા છે તેમને અને બોટોને વહેલી તકે છોડવવા આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી હતી ચિંતન બેઠકમાં અખિલ ભારતીય ફીશરમેન રાષ્ટ્રીય અધ્યક્ષ વેલજીભાઈ મસાણી, માંગરોળ ખારવા સમાજ પટેલ પરસોતમભાઈ ખોરાવા, અખિલ ભારતીય ફીશરમેન ગુજરાત એશોસીએસન પ્રમુખ તુલસીભાઈ ગોહેલ વેરાવળ. કારોબારી સદસ્ય અનિલભાઈ લોઢારી પોરબંદર, મનોજભાઇ મોરી બોટ એશોશીયેશન પ્રમુખ ઓખા, કાનજીભાઈ સિકોતરીયા આગેવાન સુત્રાપાડા, રતિલાલભાઈ આગેવાન હીરાકોટ, વેલજીભાઈ ડાલકી બોટ એશોશીયેશનના પ્રમુખ માઢવાડ, મનસુખભાઈ પટેલ કોળી સમાજ નવાબંદર સહિત માંગરોળ,વેરાવળ, પોરબંદર,ઓખા,સુત્રાપાડા,ચોરવાડ,નવાબંદર,ભીડીયા,માઢવાડ સહીત બંદરોના મચ્છીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મચ્છીમારો ની સમસ્યાઓની રજુઆતો અને માંગણીઓ કરવામાં આવી તેમનાં ઉપર સરકાર દ્વારા ધ્યાન આપવા આપવા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન સાગર ભાઈ એ કર્યુ હતું,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

