Gujarat

માંગરોળ સ્વામિનારાયણ મંદિર ખાતે ધામધૂમથી શાકોત્સવ ની ઉજવણી કરાઈ..  

માંગરોળમા પૌરાણિક તીર્થધામ સ્વામીનારાયણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી,
ભગવાન સ્વામિનારાયણ આલોકમા આવી શાકોત્સવ ની પરંપરા શરુ કરાઈ હતી ત્યારે અનેક વર્ષોની આ પરંપરા જાળવી આજે પણ આ શાકોત્સવ ઉત્સવ ને ખુબજ શ્રદ્ધાભેર ધામધૂમ થી ઉજવાય છે . આ અવસરે સ્વામીનારાયણ મંદિર ખાતે સવારે મહાઆરતી તેમજ સ્વામી પુર્ણ પ્રકાશજી દ્વારા  સત્સંગ યોજવામાં આવ્યો હતો આ અવસરે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીજીઓ સહીત શહેરના વિવિધ આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ માંગરોળ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, પત્રકાર સંઘ પ્રમુખ જીતુભાઇ પરમાર બજરંગદળ ના હોદ્દેદારો સહીત આસપાસ વિસ્તાર ના મોટી સંખ્યામા ભક્તો ખાસ ઉપસ્થિત રહી માંગરોળના આ ઇતિહાસિક સ્થાનો સહીત સ્વામીનારાયણ ભગવાનના દર્શન સાથે સત્સંગ તેમજ શાકોત્સવ ની મહા પ્રસાદી નો લાભ લીધો હતો
રીપોર્ટર= વિનુભાઈ મેસવાણિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *