એ.આઈ.એમ.આઈ.એમ.
પાર્ટીના જુનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે સિક્ષકોની ભરતી કરવા સરકાર સમક્ષ લેખિત માંગણી કરી.
જાણવા મળેલ વિગતો મુજબ માંગરોળ ના ઓ.જી.વિસ્તાર મા ભુતડીકાદી વિસ્તાર મા આવેલ પ્રાથમિક શાળામા ધોરણ એક થી આઠમા ૨૨૪ બાળકો અભ્યાસ કરે છે. આટલી સંખ્યાના મહેકમ મુજબ આઠ સિક્ષકો હોવા જોઈએ તેની જગ્યાએ માત્ર ચાર શિક્ષકો હોવાથી બાળકોનો અભ્યાસ કથડી ગયેલ છે.એક તો શિક્ષકો ઓછા અને ઉપરથી બીજા સરકારી કામો પણ શિક્ષકોને સોંપવામાં આવતા હોવાથી તેઓ પૂરતી હાજરી પણ આપી શકતા નથી.
આ સમસ્યાના હલ માટે ભુતડીકાદી ઓ.જી.વિસ્તાર ના લોકોએ એ આઈ એમ આઈ એમ પાર્ટીના જુનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલને રજુઆતો કરતાં તેઓએ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી,અગ્ર સચિવ પ્રાથમિક શિક્ષણ વિભાગ, કમિશનર પ્રાથમિક શિક્ષણ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, વગેરેને પત્ર પાઠવી વહેલી તકે ખાલી પડેલી શિક્ષકો ની ભરતી કરી બાળકોનુ બગડતું શિક્ષણ બચાવવા માંગણી કરી છે…
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
