Gujarat

માંગરોળમાં શહેરના મુખ્ય માર્ગો ના રોડના નબળી કામગીરી ના કારણે ચોમાસામાં વરસાદ પડતાં મુખ્ય માર્ગો નુ ધોવાણ થઈ એક એક ફુટ ના ખાડા પડી ગયા છે અને તેમા પડતર ગંદા પાણી ભરાઈ રહેવાના કારણે માંગરોળ ની પ્રજા હેરાન પરેશાન,, અને ગંદકીના કારણે મચ્છરો ના ત્રાસથી રોગચાળો ફેલાવાની દહેશત

માંગરોળમાં મુખ્ય રોડ ની નબળી કામગીરી  સામે આવી હજુતો અમુક રોડ કોન્ટ્રાક્ટર ની ગેરંટી મા હશે જે રોડ ધોવાણ થઈ ગયા હોય અને કોન્ટ્રાક્ટર ની જવાબદારી મા આવતા હોય તેની પાસે જ આ રોડ તાત્કાલિક રીપેરીંગ કરાવા જોઈએ અને આવા નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ મા મુકી દેવા જોઈએ આવા હલકી ગુણવત્તા ના રોડ બનાવવા ના કારણે સરકાર ના લાખો રૃપિયા નુ ધોવાણ થઈ જાય છે ,, પાણી ભરેલા એક એક ફુટના ખાડા થી પ્રજા તેમજ વાહન ચાલક લોકો પરેશાની ભોગવી રહ્યા છે
નગરપાલીકાની પ્રી મોન્સુમ કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે
માંગરોળ ખાતે છેલ્લા આઠ દિવસથી થોડો જાજો વરસાદ વરસી રહયો છે ત્યારે માંગરોળ શહેરમાં મુખ્ય વિસ્તાર બસસ્ટેન્ડ રોડ, ટાવર રોડ, બંદર જાપા રોડ, લીમડાચોક, એમ. જી. રોડ, જુનાબસ્ટેશન, જેલ રોડ, બંદર રોડ, બહારકોટ સહિતના રસ્તાઓ ધોવાણ થતા ઠેર ઠેર પાણીના ખાડાઓ ભરાતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે, માંગરોળ ની પ્રજા ની માંગણી ગંભીર ગણી નગરપાલિકા પદાધિકારીઓ તથા અધિકારી દ્વારા તાત્કાલિક યોગ્ય કરવા લોક માંગણી છે,,,
ખાસ એવા માંગરોળના મુખ્ય એરીયો એવા ટાવરચોચક વિસ્તાર માં પાણીના ખાડા એટલી હદે ભરાયા છે કે લોકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે આ ટાવરચોક કેશોદ તેમજ માંગરોળ તાલુકાના ગામડાઓ માં જવાનો મેઇન ચોક છે અહીથી રોજ અસંખ્ય વાહનો એસટી બસો, એમ્બ્યુલન્સો તેમજ રાહદારીઓ અને વિધાર્થીઓ ની અવર જવર કરેછે જયારે માંગરોળ શહેરની તમામ જગ્યાઓ ઉપર ખાડારાજ થી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે,
રીપોર્ટર,,વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20220714_234446.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *