ચક્ષુદાન-મહાદાન
માંગરોળમાં રહેતા સિંધી સમાજના આગેવાન લક્ષ્મણભાઈ મુલચંદભાઈ ટીલવાણી (ઉ.વર્ષ.૬૫),કે જેઓ જગદિશભાઈ મુલચંદભાઈ ટીલવાણી તથા જાયન્ટસ ગૃપ માંગરોલ ના પ્રેસિડેન્ટ દિલીપભાઈ ટીલવાણી ના ભાઈ નું તા.૦૪-૦૭-૨૦૨૨ ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ .
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળ જાયન્ટસ ગૃપ ના પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રી નાથાભાઈને જાણ કરતા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યા હતા. આ ચક્ષુ મુનિ સંત બાલાજી આઈ બેંક, સી/ઓ ડૉ.થાનકી આઈ હોસ્પિટલ વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
ટીલવાણી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને લક્ષ્મણભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.


