માણાવદરમાં સમસ્ત વૈષ્ણવ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે કથા ના વક્તા તરીકે સોનુ ક્રિષ્ન ઠાકોરજી મહારાજ બીરાજી ભગવાનના ગુણગાન અને ધર્મના સર્વ સ્તંભોનું તત્વદર્શી વિવરણ કરી રહ્યા છે. કથામાં આજે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉઠાવી વ્રજવાસીઓને ઈન્દ્રના ક્રોપથી બચાવ્યા હતા અને ઇન્દ્રએ મોકલે સાર્વત્રિક વરસાદથી વ્રજ લોકોને બચાવવા ગીરીરાજ પર્વત નીચે આશરો આપ્યો હતો તે પૂર્વે ગીરીરાજ પર્વતને ધરાવેલ 56 ભોગ અને તેનો મહિમા કથાના વક્તા એવા સોનું ક્રિષ્ન ઠાકોરજીએ વ્યક્ત કરી તેની પાછળ રહેલ ધર્મને અભિવ્યક્ત કર્યો હતો કથામાં કાલે રુકમણી વિવાહ નો પ્રસંગ અભિવ્યક્ત કરાશે.
બહુ ઓછા ને ખબર હશે કે રુકમણી એ જ વૈષ્ણવની વહાલી સ્વામીનીજી એટલે કે રાધારાણી પોતે જ છે.ત્રેતા યુગમાં લક્ષ્મીજીએ સીતા બનીને રામનો સાથ આપ્યો હતો. પરંતુ દ્રાપાર યુગમાં તેમને બે બે અતારો લીધા હતા રાધા અને રુકમણી ના દેહમાં લક્ષ્મીજીએ જીવનભર કૃષ્ણનો સાથ નિભાવ્યો છે.
આ ભાગવત સપ્તાહમાં ચાલતા આધ્યાત્મિક ચરિત્રોના વિવરણમાં સુદામા ચરિત્ર એ છેલ્લું વ્યાખ્યાન 28મીએ વ્યક્ત થયા પછી તે દિવસની રાત્રીએ આઠ વાગ્યે જસાધાર ગીરની કાનગોપી નો વેશ ભજવતી મંડળી દ્વારા કાનગોપી નો વેશ સંગીત બદ્ધ રીતે ભજવવામાં આવશે.
આ ભાગવત સપ્તાહમાં વૈષ્ણવ સમાજ દ્વારા જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તથા માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એમ બંનેના જાહેર સન્માન કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમના હોદ્દા ને લઈને નહીં પરંતુ ચૂંટાયા પછી તેમને તાત્કાલિક આરંભેલી લોકોના પ્રશ્નોની ફરિયાદોને હલ કરવા આદરેલા પ્રયાસોના ભાગરૂપે તેમને નવાજવામાં આવ્યા હતા
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


