Gujarat

જેતપુર થી મેવાસા રોડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર

રોડ બન્યાના એક જ મહિનામાં રોડની હાલત બદતર રોડ ઉપર ફરી વાર ગાબડાં બુરવામાં આવી રહ્યા છે.
વાહન ચાલકો તેમજ રાહદારીઓ રોડથી ત્રસ્ત રોડમા વાપરવામાં આવેલ સિમેન્ટ ઊડી રહી છે..
રાજકોટ  જિલ્લના જેતપુર થી મેવાસા સુધીનો રોડ 14 લાખથી વધુના ખર્ચ સિમેન્ટ રોડ તાજેતરમાં  બનાવવામાં આવ્યો છે પરંતુ માર્ગ- મકાન વિભાગ ખાતાના અધિકારીની મિલીભગતથી કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરીને રસ્તાની દશા બેસાડી દિધી છે.  આ રસ્તાના કામમાં થયેલી ખાયકી પોલ પાધરી થઈ ગઈ છે.
જેતપુર માર્ગ અને મકાન વિભાગનો વહીવટ ખાડે ગયો હોવાનો વધુ એક બોલતો પુરાવો   જોવા મળ્યો છે જ્યાં રોડ બનાયાના એક જ મહિનામાં રોડ હતો નહોતો થઈ ગયો છે જેથી ફરી વાર રોડ  ઉપર ગાબડાં પુરાવા માટે  માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટર ની.ટીમ સિમેન્ટ રેતી ભરેલા રો મટીરીયલ વડે પુરાણ કરી રહ્યા છે ત્યારે આ રોડ બાબતે લોકોના આક્ષેપોની પણ ભરમાર લાગી છે આ બાબતે જેતપુરમાં લાગતી વળગતી કચેરીના ડેપ્યુટી ઇજનેર ને પત્રકારોએ સવાલો નો મારો ચલાવતા ગુણવત્તા યુક્ત કામગીરી કરવા બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું તો રાહદારીઓએ જણાવ્યું કે માર્ગ એટલો બિસ્માર છે કે વાહનો ટાયર પણ ફાટી જાય છે.
જેતપુરથી મેવાસા રોડના કામમાં વ્યાપક્ ભ્રષ્ટાચાર આચારાયો હોય તેમ રોડ બન્યા ને એક જ મહિનામાં ગાબડા પડવા લાગ્યા છે.  જેતપુર તાલુકાના મેવાસા ગામ સુધીના રસ્તામાં લાગતાં વળગતા  જામનગરના કોન્ટ્રાક્ટરે મોટાપાયે ગેરરીતિ આચાર્યનું સામે આવ્યું છે આ રોડ બન્યા ને એક મહિનામાજ  રોડ ઉપર ગાબડા પડવા લાગતા આ રસ્તાનો ઉપયોગ કરતા નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે.
 સૌથી આશ્ચર્યની વાત તો એ જાણવા મળી કે આ રોડ જે સરકારી તંત્રના નેજા હેઠળ બનાવાયો તેવી સરકારી કચેરીના ડેપ્યુટી એન્જિનિયર  નીરવ પીપળીયાએ મીડિયાને વિગતો આપવાની અને  કેમેરા સામે બોલવાની ઘસીને ના પાડી દીધી હતી.
રોડનું સત્ય ખાળવા ગયેલા પત્રકારોએ અનેક વખત માગણી કરી હતી કે જેતપુર રબારીકા અને મેવાસા-દૂધીવદર  સુધીના બનેલા રોડમાં એક જ મહિનામાં ગાબડા પડવા  લાગતા આ રોડની  કામગીરીમાં વાસ્તવિકતા શું છે તે કેમેરા સામે જણાવવાનું કહેતા આ મહાશય અધિકારીએ પહેલા તો પોતાની સત્તાનો રોફ જમાવ્યો હતો. અને પત્રકારોને બોલતા અટકાવવા પ્રયાસ કર્યો હતો.
 શરૂઆતમાં તો એક્રેડિટેશન કાર્ડ હોય તે જ પત્રકાર કહેવાય તેવી અણસમજુ વાત ઉચ્ચારીને  આ અધિકારીએ પોતાની અક્કલનું પ્રદર્શન કરી નાખ્યું હતું.
 પરિણામે એ વાત ચોક્કસ સાબિત થઈ ગઈ હતી કે જેતપુર થી મેવાસાને દૂધીવદર સુધીના બનાવાયેલા આ રોડમાં માત્ર અને માત્ર લોટ પાણીને લાકડા જેવી નીતિ સરકારી તંત્ર દ્વારા અપનાવવામાં આવી છે. લાખો રૂપિયાના મંજુર થયેલા આ રોડને મજબૂત બનાવવા ના બદલે લાગતાં વળગતા  સત્તાધીશોએ  પોતપોતાના ગજવા આર્થિક રીતે મજબૂત કર્યા હોવાના અક્ષેપો થઈ રહ્યા છે.
બોક્સ..
મેવાસા ગ્રામજન ઘનશ્યામભાઈ બરવાડીયા આક્ષેપ..કહ્યું ખૂબ મોટી ગેરરીતિ અચરાઈ છે
મેવાસા ગામના જાગૃત લોકોએ કહ્યું કે, જેતપુરથી મેવાસા અને દૂધીવદર સુધીના એક મહિના પહેલાજ બનાવાયેલા રોડમાં ગાબડાં પડીને, કાંકરી અને ધૂળ ઉડવા માંડતા રસ્તે આવતા જતા રાહદારીઓ, નાના વાહનચાલકો અને રોડ પરની બંને બાજુના દુકાનદારો ધૂળની ડમરી ઉડવાથી ત્રાસી ગયા છે.
બોક્સ..
મકાનનું કડીયાકામ કરતા લોકોને રોડની કામગીરીમાં જોડ્યા
આ રોડ પર ખાડા બુરવાની કામગીરી કરતા એક મજુરે કહ્યું કે તેતો મકાનમાં પ્લાસ્ટર કરવાનું મજૂરી કામ કરે છે પણ જામનગરના જાવીદભાઈ નામના કોન્ટ્રાકટરે તેમને ઊંચી મજૂરી આપીને રોડમાં થિંગડા મારવા રોક્યા છે આ રોડ પર થિંગડા મારતા મજૂરોએ કહ્યું કે તેઓ જે મજૂરીકામ કરે છે તે કોઈ જોવા આવતું નથી, કામ ઉપર કોઈ ઉભું રહેતું અને રોડમાં ચાલ નહિ તેવી રેતી વપરાય છે.
જેતપુરના જાગૃત યુવાન પ્રકાશભાઈ રબારી કહ્યું આ રોડ છે એક મહિના પહેલા બનેલો છે અને આ રોડ પર અમારી દુકાન આવેલી છે પરંતુ એક મહિના પહેલા બનેલા આ રોડ માં ભ્રષ્ટાચાર ના કારણે સિમન્ટ ની ડમરીઓ એટલી ઉડે છે કે આ રોડ પર ઉભા રહેવા પણ મજબૂર બન્યા છે આ રોડ જે કોન્ટ્રાક્ટરે બનાવ્યો તેમને દંડ ફટકારી રોડ ફરીથી અથવા ડામર રોડ બનાવવા આદેશો થવા જોઈએ..અન્યથા આ રોડને બનાવાયા પછી ગણતરીના મહિનામાં જ રોડ ગાયબ થઈ જશે તે નક્કી છે.
જેતપુરનાં શ્યામભાઇ રબારીના જણાવ્યા મુજબ જેતપુરના રબારીકા રોડ થી મેવાસા સુધી બનેલ રોડમાં ભ્રષ્ટાચાર ના રોડ ઉપર ગાબડા તેમજ રોડ ઊખડી પડ્યો છે જેથી આ રોડ પર વાહન ચલાવતા તેમજ રાહદારીઓ ભારે ત્રસ્ત બની રહ્યા છે વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે અથવા તો રોડ નવો ડામર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
બોક્સ..
ઉચ્ચ અધિકારીઓ શું પગલાં ભરશે ?
જેતપુરના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેરે રોડ બાબતે પત્રકારોને કેમેરા સામે વાસ્તવિકતા જણાવવામાં રીતસરનો નનૈયો ભણી દેતા હવે ઉચ્ચ અધિકારીઓ આ પીપળીયા નામના ડેપ્યુટી ઈજનેર સામે શું પગલાં ભરશે ? તેની જાણકારોમાં વાટ જોવાય છે.
બોક્સ..
નિયત ઓફીસ છતાં અધિકારીના બીજે બેસણા ?
જાણકારો કહે છે કે, સરકારના આ તંત્રની મામલતદાર કચેરીના બીજા માળે ઓફીસ ફાળવેલી છે. છતાં ત્યાં બેસવાને બદલે ધારેશ્વર સ્થિત સર્કિટ હાઉસમાં અધિકારી બેસે છે અને કામ કરે છે. આ બાબતે જાણકારો કહે છે કે ધારેશ્વર શહેર બહારનો વિસ્તાર હોવાથી અહીં કોન્ટ્રાક્ટરોને ત્યાં બોલાવી સરકારી અધિકારી આર્થિક ચોકઠાં આરામથી ગોઠવતા હોવાનો આક્ષેપ થયો છે.
બોક્સ..
નામ-પગ વગરની કચેરી !
અમારા ગોપનીય વર્તુળોએ ત્યાં સુધી કહ્યું કે હાલના દિવસમાં ચલાવાતી માર્ગ અને મકાન વિભાગની કચેરી બહાર કે અંદર..ક્યાંય કચેરીનું બોર્ડ નથી લગાવાયું કે આ કઈ સરકારી કચેરી છે. પરિણામે લોકોની અવરજવર ઓછી રહે છે અને એ તકનો લાભ સંબંધિત મહાશય અધિકારી લ્યે છે. જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે કોઈ હજી સુધી રજૂઆત કરી નથી હવે તમે કરી છે એટલે બોર્ડ લગાવીશું આવો ઉડાઉ જવાબ આપ્યો હતો
બોક્સ..
અધિકારી પર રાજકીય વગના તમામ હાથ..?
જેતપુર શહેર અને તાલુકાના જાગૃત લોકો કહે છે કે સરકારની આ કચેરીમાં ભૂતકાળમાં ઘણી વખત વિવાદ થયા છે. અને આવા વિવાદ અખબારી માધ્યમથી લોકોની વચ્ચે પણ આવી ગયા છે. છતાં ઉચ્ચ સરકારી બાબુઓ આ કચેરીના અધિકારી સામે લેશમાત્ર કોઈ કાર્યવાહી નથી કરતા. તેનો અર્થ એ થયો કે, આ સરકારરી કચેરીના અધિકારીને રાજકીય વગની ઓથ હોવાથી કોઈ પગલાં નથી ભરાતા. લોકોનો આવો આક્ષેપ તપાસાય તો સંબંધિત અધિકારીના પગ તળે, ટાઢોળામાં ધગધગતા પાણીનો રેલો આવી શકે તેમ છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG_20221227_071704.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *