Gujarat

મુન્દ્રા પોર્ટ પરથી ચોખાની આડમાં દુબઈ જતું ૩ કરોડનું લાલચંદન ઝડપાયું

ગાંધીધામ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા લુધીયાણાની એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં નોન બાસમતી રાઈસનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કાંઈક બીજુજ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને એમઆઈસીટીમાં રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી ચોખાની બોરીઓ વચ્ચે છુપાવેલા રક્તચંદનના ટિમ્બર લોગ્સ મળી આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી ગણનાના અંતે કુલ ૧૭૭ રક્તચંદનના લોગ્સ હોવાનું સામે આવ્યું હતું. જેનું વજન કરતા તે ૫.૪ ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર ત્રણ કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ હતી. આ જથ્થો લુધીયાણાથી આવ્યો હતો અને દુબઈ માટે એક્સપોર્ટ થવાનો હતો. પરંતુ તેવું થાય તે પહેલાજ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો. ડીઆરઆઈએ હજી બે મહિના પહેલાજ મુંદ્રા પોર્ટથી ૬ કરોડ જેટલી કિંમત ધરાવતું લાલચંદન ઝડપ્યું હતું. ત્યારે તે બ્રાસના ડિક્લેરેશન સાથે નિકાસ કરવાની પેરવીમાં હતું ત્યારે સીએફએસથી ઝડપાયું હતું. આટલા ટુંકા ગાળામાંજ વધુ એક આ પ્રકારનું કન્સાઇમેન્ટ ઝડપાતા એજન્સીઓ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં આ કન્ટેનર રેલવે માર્ગે લુધીયાણાથી મુંદ્રા સુધી આવ્યું હોવાનું ખૂલ્યું હતું. જેની એક્સપોર્ટર પાર્ટી પણ લુધિયાણા સ્થિત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.મુંદ્રા પોર્ટ પર એમઆઈસીટીમાં ડીઆરઆઈએ ચોખાની આડમાં એક્સપોર્ટ થવા જતા ત્રણ કરોડની કિંમતના રક્તચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશનમાં કુલ રક્તચંદનના ૧૭૭ લોગ્સ જપ્ત કરાયા હતા.

5.4-tonnes-of-3-crore-exported-blood-sandalwood-was-seized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *