Gujarat

મેઘરાજાની મહેરથી ભૂગર્ભ જળસ્તર ઉચા આવશે, ખેડૂતો ત્રણ પાક લઈ શકશે – અગ્રણી હરસુખભાઈ ડોબરીયા, બાદલપુર

 જુનાગઢ જિલ્લામાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.

     રાજ્ય સરકારની ઓજત-૨ બહુહેતુક યોજનાથી પ્રત્યેક્ષ- પરોક્ષ લાભ મેળવતા બાદલપુર ગામના આગેવાન શ્રી હરસુખભાઈ ડોબરીયા કહે છે કે, સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે, આ વરસાદથી ઓજત-૨ સહિતના ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. જેના લીધે ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવશે, નહેર મારફતે ખેડૂતોને પિયત માટે પાણી પણ મળી શકશે. ઉપરાંત ખેડૂતો ત્રણ જેટલા પાક પણ લઈ શકશે.

   ઓજત-૨ ડેમ નજીક આવેલા સાખડાસર ગામના સરપંચ શ્રી નિકુંજભાઈ ભીમાણીએ પણ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હોવાનું જણાવ્યું હતું.

badalpur-gaam-aagevan.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *