Gujarat

મોદી આવતા સપ્તાહે ફરી ગાંધીનગર આવશે, સરકારી ભરતીના ઉમેદવારોને નિમણૂકપત્ર અપાશે

ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત વચ્ચે સરકારે ૨૯ ઓક્ટોબરે રાજ્ય સરકારનાં વિવિધ ખાતાંની ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્યમંત્રી નિમણૂક પત્ર આપશે, જેથી આચારસંહિતા પહેલાં આ કામગીરી પૂર્ણ કરવાની હોવાથી આ મહિનાના અંત સુધીમાં ચૂંટણીની તારીખો અંગે કોઈ જાહેરાતની શક્યતા નથી. માનવામાં આવે છે કે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો ૧ નવેમ્બર પછી જાહેરાત કરાશે. ચૂંટણી પહેલાં સરકારે ૨૯મી ઓક્ટોબર સુધીના કાર્યક્રમોનાં આયોજનને આખરી ઓપ આપી દીધો છે. ૨૯મીએ પંચાયતની વિવિધ ભરતીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂકપત્ર આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનો છે. સરકારે એક વર્ષમાં પંચાયત વિભાગમાં ૧૫ હજાર જેટલી જગ્યાઓની ભરતી બહાર પાડી હતી, જે પૈકી તલાટી અને જુનિયર ક્લાર્ક સિવાયની મોટા ભાગની જગ્યાઓ માટેની પરીક્ષા સહિતની ભરતીપ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આવી અલગ અલગ ૧૨ સંવર્ગમાં ભરતી પામનારા ઉમેદવારોને નિમણૂકપત્ર આપવા માટે અમદાવાદ ખાતે સમારોહ યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે હાજર રહેવાના હોવાથી એ પછી ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કતામાં મતદાન કરવામાં આવશે. ૧૨ નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને ૮ ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ, હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે આવી જશે. હિમાચલ પ્રદેશમાં મતદાનની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ૧૨ નવેમ્બરે મતદાન થશે, જ્યારે ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. આ ૨૬ દિવસના ગેપ વચ્ચે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનું પરિણામ ૮ ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે. સંભાવના એવી છે કે નવેમ્બરના અંતમાં એક તબક્કો અને ડિસેમ્બરની ૧થી ૫ તારીખ વચ્ચે બીજાે તબક્કો એમ બે તબક્કામાં ગુજરાતમાં મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ૨૦ ઓક્ટોબર પછી જાહેર થાય એવી સંભાવના છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *