Gujarat

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર

ગિરગઢડા
ભરત ગંગદેવ.
       વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મુળ નવાગામ(લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર દ્વારા તેમના જન્મદીન ની ઉજવણી  સદાવ્રત મા મહાપ્રસાદ યોજી  કરી હતી. તેઓ એ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
           પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફર ના સુપુત્ર ડો. પ્રિન્સ ફેફરે  સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી

IMG-20220401-WA0301-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *