મોરબી
મોરબીના ઊંટબેટ શામપર ગામની સીમમાં દીકરીના પ્રેમ સંબંધમાં મદદ કરતો હોવાની શંકા વહેમ રાખીને બે ઇસમોએ યુવાનને માર મારતા બનાવ મામલે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. પાડા બેકર ગામના રહેવાસી હકાભાઇ મછાભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી આદમ મીઠું જતની દીકરી હમીદાને કોઠારિયાના રહેવાસી હાજી સતાર ફકીરાણી સાથે પ્રેમ સંબંધ હોય જેમે ફરિયાદી હકાભાઇ સોલંકી મદદ કરતો હોવાનો વહેમ રાખીને આરોપી આદમ મીઠુભાઈ જત અને માહમદ અબ્દુલભાઈ જત રહે બંને ઊંટબેટ(શામપર) તા. મોરબી વાળાએ ફરિયાદી યુવાનને લાકડીઓના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તું અમારા ઘરના બૈરીઓનું ધ્યાન રાખે છે હાજી સતારને ટુ ટેકો કરી મદદ કરે છે તેમ કહેતા હકાભાઇ સોલંકીએ કોઈ મદદ કરતો નથી. કહ્યું હતું જેથી બંને ઇસમોએ લાકડી વડે માર મારી ગાળો આપી બાદમાં જતા રહ્યા હતા અને ફરિયાદી યુવાનને ઈજા થતા ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો અને મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


