જૂનાગઢ
ઉના તેમજ આસપાસના વિસ્તારોમાં ગત વર્ષે તૌકતે નામનું વાવાઝોડું આવ્યું હતું. ત્યારે આ વાવાઝોડાંમાં અનેક લોકોને અસર પહોંચી હતી અને જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. તે દરમિયાન નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં જૂનાગઢના માંગરોળ ખાતે ફરજ બજાવતા પીએસઆઈ કે.વી.પરમારનું વાવાઝોડાની ચાલુ અસર દરમિયાન પોતાની જાનની પરવા કર્યા વિના સાહસિક, પ્રેરણાત્મક અને પ્રશંસનીય કામગીરી બદલ ડીજીપીની સુચનાથી ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજાએ ઇનામ આપી સન્માન કર્યુ હતું. માંગરોળ તેમજ આસપાસના તમામ લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.રાજ્યના ઉના તેમજ આસપાસના વિસ્તારમાં ગત વર્ષે તૌકતે નામનું વાવાઝોડું આવ્યું હતું. ત્યારે આ વાવાઝોડાંમાં જાનની પરવા કર્યા વિના સાહસિક અને પ્રેરણાત્મક તેમજ પ્રશંસનીય કામગીરી કરવા બદલ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં જૂનાગઢના માંગરોળ ખાતે ફરજ બજાવતા પીએસઆઈ કે.વી.પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું.


