મોરબી
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે રામદેવ વેબ્રિજ પાસે ટાટા કંપનીનું ટેઇલર નં. આરજે-૧૯-૧૦-૫૮૬૪માં ઇગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરી મોરબી આપવા માટે આવી એક ઇસમ ટ્રેલર પાર્ક કરી ઉભેલો છે. તેવી ચોક્કસ બાતમી મળતાં તુરંત જ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે એ જગ્યાએ રેઇડ કરતા ટ્રેલરને પકડી પાડી ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ટ્રેલરના પાછળના ભાગે બનાવેલા ચોર ખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ઇંગ્લીશ દારૂની ૪૪૪ બોટલ તથા બીયરના ૨૮૮ ટીન કિંમત રૂ. ૨ લાખ ૮૬ હજાર ૨૬૦ તથા આ દારૂની હેરફેરમાં ઉપયોગમાં લીધેલા ટ્રેલર નં. આરજે-૧૯-જીઓ ૫૮૪ કિંમત રૂ. ૧૦ લાખ મળી કુલ રૂ. ૧૨ લાખ ૮૬ હજાર ૨૬૦નો મુદ્દામાલ સાથે આરોપી રામચંદ્ર દલારામ વૈષ્ણવને ઝડપી લઇ દારૂ અંગેનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી તાલુકાના ભરતનગર ગામની સામે રામદેવ વે-બ્રિજ પાસે માળીયા-મોરબી હાઇવે રોડ ઉપરથી ટ્રેઇલરના ટૂલબોક્ષ તથા ચોરખાનામાંથી રૂ. ૨ લાખ ૮૬ હજાર ૨૬૦નો ઇંગ્લીશ દારૂ ઝડપ્યો હતો. દારૂના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી રાજસ્થાનથી દારૂ ભરી મોરબી આપવા આવેલો હોવાનું ખુલતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


