*લાઇટો બંધ હોવાના કારણે થઈ રહ્યા છે અકસ્માત*
*અકસ્માત થવાના કારણે ઘાયલ યુવાન ને 108 મારફતે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે રિલાયન્સ પેટ્રોલ થી 51 શક્તિપીઠ સર્કલ સુધી તમામ લાગેલા થાંભલાઓની લાઈટો છેલ્લા એક અઠવાડિયાથી બંધ છે અને જૂની સંસ્કૃત પાઠશાળા છાત્રાલય થી ગબ્બર જવાના સર્કલ સુધીની તમામ લગાવેલા થાંભલાઓની લાઈટો પણ બંધ છે મુખ્ય માર્ગોના થાંભલા ની લાઇટો બંધ હોવાના કારણે યાત્રિકોને પડી રહી છે મુશ્કેલી અને મુખ્ય માર્ગોના થાંભલા ની લાઇટો બંધ હોવાના કારણે થઈ રહ્યા છે અકસ્માત ગત મોડી રાત્રે અકસ્માત થવાના કારણે ઘાયલ યુવાન ને 108 મારફતે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો આવનારા સમયમાં ભાદરવી પુનમનો મહામેળો આવી રહ્યો છે ત્યારે હાલથી જ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું દ્રશ્ય જોઈ લાગી રહ્યું છે ભાદરવી પૂનમના મહામેળા ની તૈયારી માટે મિટિંગ ઉપર મીટીંગ થઇ રહી છે પણ હાલ ગામજનોને જે મુખ્ય માર્ગોની લાઇટો બંધ હોવાના કારણે જે મુશ્કેલી પડી રહી છે તેનો ઉકેલ ઝડપી આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

