Gujarat

યુવતીને હેરાન-પરેશાન કરતા યુવકનું કાઉન્સેલિંગ કરી ફોટો ડીલીટ કરાવ્યા

અમદાવાદ
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાંથી એક યુવતીએ અભયમ હેલ્પલાઇન ૧૮૧માં ફોન કરીને જણાવ્યું હતું કે, મારો પૂર્વ પ્રેમી ઓફિસમાં આવીને હેરાન કરે છે. જેથી હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. યુવતીનું કાઉન્સિલિંગ કરતા તેને જણાવ્યું કે, મારે ઘણા સમય પહેલા છોકરા સાથે મિત્રતા હતી. અમે સાથે હરતા ફરતા તેમજ અમારા પરિવારની સહમતીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જાે કે બાદમાં છોકરો અવારનવાર દારૂનો નશો કરી મળવા આવતો તેમજ ફોનમાં ગંદા શબ્દોનો ઉપયોગ કરી વાત કરતો હતો જે મને યોગ્ય ના લાગતા મેં તેની સાથે સબંધો તોડી નાખ્યા હતા. થોડા દિવસોથી તે મારી ઓફિસે આવી આયોગ્ય વર્તન કરતો, હાથમાં બ્લેડ મારીને મરવાની ધમકી આપતો હતો. અંગત પળોના ફોટો માતા પિતાને બતાવી દઈશ તેમ જણાવી પૈસા લઈ ગયો હતો. દિવસે દિવસે તેનું બ્લેકમેઇલિંગ વધતુ જઈ રહ્યું હતું. યુવતી તેના ઘરે વાત કરી શકે તેમ ન હતી. તેને ડર હતો કે પિતા સમજવાના બદલે તેની નોકરી છોડાવી દેશે તેથી તેણે અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. બાદમાં અભયમની ટીમે છોકરાને ફોન કરીને સ્થળ પર બોલાવી તેનું કાઉન્સિલીંગ કર્યું હતું. કાયદાકીય પગલાં લેવા જણાવતા યુવકે પોતાની ભૂલ સ્વીકારી યુવતીની માફી માંગી હતી અને ક્યારેય કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં થાય તેવી બાંહેધરી આપી હતી. યુવતી પાસેથી લીધેલા રૂ. ૧૦૦૦ હજાર પરત આપ્યા હતા. હેલ્પલાઈનની ટીમે તેના ફોનથી તમામ ફોટો ડિલીટ કરાવ્યા હતાં.પ્રેમમાં અણબનાવ બાદ સંબંધો તોડી નાખવા છતાં પ્રેમી દ્વારા પ્રેમિકાને હેરાન કરવાના કિસ્સાઓ બનતા હોય છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં યુવતીને તેના પૂર્વ પ્રેમી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી. પૂર્વ પ્રેમી યુવતીની ઓફિસમાં આવી આયોગ્ય વર્તન કરતો, હાથમાં બ્લેડ મારીને મરવાની ધમકી આપતો હતો. ઉપરાંત અંગતપળોના ફોટો પણ ‘તારા માતા-પિતાને બતાવી દઈશ’ તેવી ધમકી આપીને બ્લેકમેઇલ કરીને યુવતી પાસેથી રૂ. ૧૦૦૦ લઈ ગયો હતો. બાદમાં બ્લેકમેઇલિંગ વધતા યુવતી ઘરે જાણ કરી શકે તેમ ન હોવાથી તેણે અભયમ હેલ્પલાઇન ૧૮૧ની મદદ લીધી હતી. હેલ્પલાઇનની ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહેતા તેને માફી માગી હતી. ફોટો ડીલીટ કરીને યુવતીને પૈસા પણ પાછા આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *