ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગત 21 જુન 2021 થી મધ્યપ્રદેશથી નાગપુર ના રઘુવંશી લોહાણા સમાજ ના મેહુલ હરીશભાઈ લાખાણીએ સંપૂર્ણ ભારત ની યાત્રા સાયકલ પર કરી લોકોના સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તેવા સંકલ્પ માટે 1,00,000 km સાઇકલ પર યોગ યાત્રા કરવાનો સંકલ્પ સાથે અત્યાર સુધીમા 17000 કી.મિ. ઉતર પ્રદેશ, છતિસગઢ, ગૌવા, મહારાષ્ટ્ર, દમણ, દીવ, ગુજરાત પૂરું કરી ને રાજસ્થાન હરિયાણા, દિલ્હી, જમ્મુ કાશ્મીર, નોર્થ ઇન્ડિયા, દક્ષિણ ભારત સમગ્ર ભારત ભરમાં સાઇકલ પર સવારી કરી યોગના માધ્યમથી લોકોના સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે માટે જાગૃતિ લાવા પ્રોત્સાહિત કરવા સંકલ્પ કર્યો છે.
સાઇકલ યાત્રી મેહુલ લાખાણીના અનોખા સંકલ્પ ને ભારત સરકાર, તથા રાજકીય આગેવાનો, અમિતભાઈ શાહ, ગુજરાત ના મુખ્ય મંત્રી, પ્રખર કથાકાર મોરારી બાપુ, તેમજ વિશ્ર્વના લોહાણા સમાજ નિ માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ ના પ્રમુખ સતિષભાઈ વિઠલાણી તેમજ સમગ્ર ગુજરાતના લોહાણા મહાજનોએ યોગ યાત્રા ના સંકલ્પને શુભકામનાઓ પાઠવી બિરદાવ્યા હતા
ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ ખાતે મેહુલ લાખાણી પધારતા શ્રી લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ વિક્રમ વિ તન્ના, ઉપપ્રમુખ મુકેશ રૂપારેલિયા, કારોબારી સમિતિ ના સભ્યો બિપિન અઢીયા,ધીરૂભાઈ ચંદે, મહેન્દ્રભાઈ રાજા, રવિ ખખ્ખર, રાજેશ ઠકરાર, અતુલ કોટેચા, હરીશ કક્કડ, ભરત ચોલેરા, અનિષ રાચ્છ, મહેશ દંતાણી, યોગેશ રતનધારીયા, સહીતના આગેવાનોએ મેહુલ લાખાણી ના સંકલ્પ ને બિરદાવી યાત્રા નિરોગી રીતે પરીપૂર્ણ થાય તેવિ શુભકામનાઓ સાથે સાલ ઓઢાડી પ્રોત્સાહિત કરવામાં આવેલ,
સાથે સોમનાથ મંદિરે દર્શનનો લાભ લીધો ત્યારે સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ યાત્રી નિ મુલાકાત મા સંમ્પુણ જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા યોગ યાત્રા ના સંકલ્પને સોમનાથ ટ્રસ્ટ ના ઉપક્રમે શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
વેરાવળ લોહાણા મહાજન વાડી માં મહેતા પરીવારજનો દ્વારા શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ માં મેહુલ લાખાણી ને વ્યાસ પિઠ થી કથાકાર શ્રી કેતનભાઈ પેરાણીએ આર્શિવાદ આપી શુભકામનાઓ પાઠવી હતી
યોગ યાત્રી મેહુલ લાખાણી ના સંકલ્પ ને ગુજરાત ના દરેક ક્ષેત્રમાં બિરદાવવા અનિષ રાચ્છ સોશ્યલ એકટીવિસ્ટ વેરાવળ નિ અખબારી યાદી માં જણાવ્યું હતું.


